________________
૯
છે. ટૂંકમાં દાન, દયા અને પરોપકારનાં કાર્યોંમાં તેઓ જીવનની સાકતા માને છે અને તેથી તેમાં શકય એટલા તન-મન-ધનને ભાગ આપે છે. ઉદારતા તેમના જીવનમાં વણાઈ છે, એટલે ખરી જરૂરિયાતવાળા કાઈ પણ મનુષ્ય તેમની પાસેથી નિરાશ થઈને જતા નથી. તેઓ પોતાના બુદ્ધિચાતુર્ય વડે સાચા અને ખોટાની પરીક્ષા ઘેાડી વારમાં જ કરી લે છે, એટલે ભાગ્યે જ છેતરાય છે.
તે સમાજહિતનું વિશાળ કાય કરવા છતાં કોઈ પણ રાજદ્વારી પક્ષમાં ભઠ્યા નથી, પરંતુ દરેક પક્ષના આગેવાને સાથે સારા સબંધ ધરાવે છે અને કાય કર્તાઓના પ્રેમ તથા લાગણીભર્યાં સહકારને લીધે દરેક કાર્યોંમાં અસાધારણ સફળતા પ્રાપ્ત કરે છે.
મુંબઈમાં શ્રી મહાવીર કીતિસ્થંભ નિર્માણ સમિતિના તે ફાઉન્ડર ટ્રસ્ટી છે અને સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે કામ કરતી બીજી પણ અનેક નાની–મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
શ્રી મૃદુલાબહેન પણ જીવનની ઊર્ધ્વગામી દૃષ્ટિ ધરાવે છે અને તેથી પતિએ ઉપાડેલી બધી સેવામય પરોપકારી પ્રવૃત્તિએામાં સાથસહકાર આપે છે.
શ્રી ભાનુકુમારનું દામ્પત્યજીવન સુખી છે. તેએ વીરેન્દ્ર, બીના અને પરાગ એ ત્રણ સંતાનેના પિતા છે. તેમાં શ્રી વીરેન્દ્ર બી. કેમ. થયા છે, બીનાબહેન બી. એ. થયા છે, શ્રી પરાગ નવમીને અભ્યાસ કરે છે.
શ્રી ભાનુભાઈની સેવાપરાયણ સાત્ત્વિક વૃત્તિથી પ્રેરાઈ ને અમે આ ‘સામાયિક-વિજ્ઞાન” નામના ગ્રંથ તેમને સાદર સર્પિત કરી રહ્યા છીએ અને તે દી નિરામય જીવન જીવીને સમાજ તથા રાષ્ટ્રની વિશેષ ને વિશેષ સેવા કરે, એવી પરમાત્માને પ્રાથના કરીએ છીએ.