________________
શ્રી ભાનુભાઈ જીવનના સર્વાગી વિકાસમાં માનનારા છે, તેથી તેમણે વ્યાપારના વિકાસની સાથે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ રસ લેવા માંડ્યો અને જ્ઞાન–તૃષા છીપાવવા માટે તત્ત્વજ્ઞાન તથા રાજકારણનું સાહિત્ય પણ અવલકવા માંડયું. તેમાં તેમને ખૂબ રસ પડ્યો.
સને ૧૯૭૧માં પાકિસ્તાનના યુદ્ધ પછી તરત જ શ્રી ઈન્દિરા ગાંધી એક જાહેરસભાને સંબોધી રહ્યાં હતાં, અને તેમાં આપણું જવાનોએ કેવો ભોગ આયે, તેનું વર્ણન કરી રહ્યાં હતાં, તે વખતે શ્રી ભાનુભાઈએ યુદ્ધમાં ખપી જનારા જવાનોની સ્ત્રીઓને આવક થાય તે માટે સીંગરના ૧૦૦ સંચાની શ્રી ઈન્દિરા ગાંધીને ભેટ કરી આત્મસંતેષ અનુભવ્યો હતો.
સને ૧૯૭૨ થી તેમણે વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિઓ આપવા માંડી તથા ખાસ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ગણવેશનું દાન કરવા માંડયું. તેમની એ પ્રવૃત્તિ ઓછાવત્તા અંશે આજે પણ ચાલુ રહી છે.
" તે પછી જામનગર જિલ્લામાં દુકાળના ભિષણ ઓળા પથરાતાં તેમણે “મહાભિયાન ટ્રસ્ટ”ના ઉપક્રમે ખૂબ જ સુંદર કાર્ય કર્યું અને આખા જીલ્લાને અત્યંત વિષમ પરિસ્થિતિમાંથી ઉગારી લીધો. ત્યાર પછી પણ તેઓ માનવરાહતનાં કાર્યોમાં ઊંડે રસ લેતા આવ્યા છે અને તેને પોતાનું એક કર્તવ્ય ગણું તે માટે શક્ય એટલે ભગ આપતા આવ્યા છે. “પરોવરાય સંત મિતચઃ- સપુરુષોની સંપત્તિ પરેપકાર માટે છે ' એ સૂત્રમાં તેઓ અનન્ય વિશ્વાસ ધરાવે છે.
થોડા વખત પહેલાં તેમના પૂજ્ય કાકા શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીની સ્મૃતિમાં જામનગરમાં બંધાયેલ મહિલા કેલેજને તેમના કુટુંબ–પરિવાર તરફથી રૂપિયા એક લાખની સખાવત કરવામાં આવી છે. આ રીતે નાનીમોટી બીજી પણ શૈક્ષણિક સંસ્થાઓ પ્રત્યે તેમનો હાથ લંબાતો જ રહ્યો છે અને તેમાં તેઓ અનન્ય આનંદ અનુભવે