________________
શ્રી વસનજીભાઈની સેવાપરાયણ–વૃત્તિએ સામાજિક ક્ષેત્રને પણું સારી રીતે શેભાવ્યું છે. તેઓ છેલ્લાં બાર વર્ષથી કચ્છી વીશા ઓશવાળ સેવા સમાજના પ્રમુખ છે, તેમ જ હીરજી ભેજરાજ એન્ડ સન્સ માટુંગા જૈન બેઠીગ અને હીરજી ઘેલાભાઈ સાવલા હાઈસ્કૂલના ઉપપ્રમુખ છે. શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય કન્યાશાળાના–ઘાટકોપરના ટ્રસ્ટી તથા માનદ મંત્રી છે અને કચ્છ-દુર્ગાપુર જેન મહાજન તથા પાંજરાપોળના ટ્રસ્ટી છે. વળી જેન આશ્રમ કચ્છ-માંડવીના પણ ટ્રસ્ટી છે. આ રીતે તેઓ ટ્રસ્ટી, પ્રમુખ, મંત્રી કે કાર્યવાહક સમિતિના સભ્ય બનીને કચ્છની અનેક સંસ્થાઓને પોતાની સેવાઓ વિનમ્ર ભાવે આપી રહેલ છે.
સાર્વજનિક સેવાના ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહ્યા છે. ઘાટકોપર હિંદુ મહાસભાની કાર્યવાહક સમિતિના સભ્ય છે, ઘાટકોપર સેવાસંધ જે આંખની હોસ્પિટલ ચલાવે છે, તેના ટ્રસ્ટી છે અને ઘાટકેપર સાર્વજનિક સેવા સમાજની કાર્યવાહક સમિતિના સભ્ય છે. વળી તેઓ ધી રોટરી કલબ ઓફ બોમ્બે ડાઉન ટાઉનના પણ સક્રિય સભ્ય છે. આ રીતે બીજી પણ કેટલીયે સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
શ્રી કાંતાબહેનથી તેમનું લગ્નજીવન સુખી છે. તેઓ બે પુત્રી અને એક પુત્રને પ્રેમાળ પિતા છે.
ગત વર્ષે કચ્છ–ગોધરાથી શ્રી શત્રુંજય મહાતીર્થને છરી પાળતે જે સંઘ નીકળે, તેના ત્રણ યાજકેમાંના એક પેજક શ્રીમાનું લખમશી ઘેલાભાઈ હતા. શ્રી વસનજીભાઈએ આ સંઘમાં જોડાઈને યાત્રિકોની ઉમદા સેવા બજાવી હતી. તેમની ધર્મપરાયણતા અને શ્રુત ભક્તિથી પ્રેરાઈને અમે તેમને ગત વર્ષે ‘સિદ્ધિદાયક સિદ્ધચક” નામનો ગ્રંથ ભવ્ય સમારોહપૂર્વક અર્પણ કર્યો હતો. આ વખતે સામાયિક–વિજ્ઞાન–સમર્પણ–સમારેહની સ્વાગત–સમિતિનું અધ્યક્ષપદ સ્વીકારવા માટે તેમને અનેકાનેક ધન્યવાદ ઘટે છે.