________________
હરણીયાઓને કહ્યું કે “કઈ પૂતે આપણને પકડવા માટે આ પ્રમાણે કરેલું છે. કેમકે અત્યારે આ ફળાની ઋતુ નથી.” કદાચ તમે એમ કહે કે “અકાલે પણ ફળ આવે.” તે પણ પહેલાં કેઈ વખતે આ રીતે ઢગલા થયા ન હતા. “જે પવનથી આ રીતે ઢગલા થઈ ગયા હશે એમ લાગતું હોય તે” પૂર્વે પણ પવન વાતે હતે પણ આ રીતે ઢગલા થયા નથી માટે તે ફળો ખાવા માટે કોઈએ જવું નહિ.”
આ પ્રમાણે નાયકની વાત સાંભળી કેટલાક હરણીયા તે ફળો ખાવા માટે ગયાં નહિ. જ્યારે કેટલાક હરણીયા નાયકની વાત ગણકાર્યા સિવાય તે ફળ ખાવા ગયા, જ્યાં ફળે ખાવા લાગ્યા ત્યાં તે રાજાના માણસોએ તે હરણીયાઓને પકડી લીધાં. આથી તે હરણીયામાંથી કેટલાક બંધાયા અને કેટલાક હરણીયા મરણ પામ્યા. જે હરણીયાએાએ તે ફળ ખાધાં નહિ તે સુખી થયાં, ઈચ્છા પ્રમાણે વનમાં વિચારવા લાગ્યાં.
ભાવગષણનું દષ્ટાંત કેઈ મહત્સવ પ્રસંગે ઘણા સાધુએ આવ્યા હતા. કેઈ શ્રાવકે અથવા તે કઈ ભદ્રિક માણસે સાધુઓને માટે (આધાર્મિ) ભજન તૈયાર કરાવ્યું અને બીજા અનેકને બેલાવીને ભેજન આપવા માંડયું. તેને મનમાં એમ હતું કે “આ જોઈને સાધુએ આહાર લેવા આવશે.”
આચાર્યને આ વાતની કઈ રીતે ખબર પડી ગઈ. તેથી સાધુઓને કહ્યું કે “ત્યાં આહાર લેવા જશે નહિં. કેમકે તે આહાર આધાકર્મિ છે.”