________________
: ૧૩ :
પ્રતિક્રમણ. વખતે આચાર્ય દત્તમુનિને કહ્યું કે ‘ ધાત્રીપિ‘ડ અને ચિકિત્સાપિંડની આàાચના કરી.’
ઇત્તમુનિએ કહ્યું કે ‘હું તેા તમારી સાથે ભિક્ષાએ આવ્યા હતા. ધાત્રીપિડાદિના પરભાગ કેવી રીતે લાગ્યા!
આચાર્યે કહ્યું કે ‘નાના બાળકને રમાડયા તેથી કીડન ધાત્રીપિડદોષ અને ચપટી વગાડી વ્યંતરીને ભગાડી એટલે ચિકિત્સાપિડદોષ, માટે તે દોષોની આલેચના કરી લે.
'
આચાર્યનું કહેવું સાંભળી દત્તમુનિને મનમાં દ્વેષ આવ્યે અને વિચારવા લાગ્યા કે આ આચાય કેવા છે ? પાતે ભાવથી માસકલ્પનું ચું આચરણ કરતા નથી, વળી હમેશાં આવા મનેાજ્ઞ આહાર વાપરે છે. જ્યારે મે એક દિવસ તેવા આહાર લીધે તેમાં મને આલેાચના કરવાનું કહે છે.' ગુસ્સે થઇને આલાચના કર્યા સિવાય ઉપાશ્રયની બહાર જતા રહ્યો.
એક દેવ આચાય શ્રીના ગુણાથી તેમના પ્રત્યે બહુમાનવાળેા થયા હતા. તે દેવે દત્તમુનિનું આવા પ્રકારનું આચરણ અને દુષ્ટ ભાવ જાણી તેના પ્રત્યે કોપાયમાન થયા અને શિક્ષા કરવા માટે વસતિમાં ગાઢ અંધકાર વિષુૉ, પછી પવનના વાવટાળ અને વર્ષાદ શરૂ કર્યાં.
દત્તમુનિ તે ભયભીત થઈ ગયા. કંઇ દેખાય નહિ. વરસાદમાં ભીંજાવા લાગ્યા, પવનથી શરીર કંપવા લાગ્યું. એટલે બૂમા પાડવા લાગ્યા અને આચાર્યને કહેવા લાગ્યા કે ‘ભગવન્ ! હું ક્યાં જઉં ? કશું જ દેખાતુ નથી.'