________________
: ૩૦૪ :
માટે–પિતાથી તે જીવેની વિરાધના ન થાય તે માટે ઉપાશ્રયની બહાર ન નીકળે. આહાર ન વાપરે એટલે ઉપવાસ કરે. જેથી ગોચરી પાણી માટે બહાર જવું ન પડે અને અપકાયાદિ જીની વિરાધનાથી બચાય.
. ૫ તપ-તપશ્ચર્યા કરવા માટે. શ્રી મહાવીરસ્વામીજી ભગવંતના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસને તપ કહ્યો છે. ઉપવાસથી માંડી છ મહિનાના ઉપવાસ કરવા આહાર ન વાપરે.
૬ શરીરને ત્યાગ કરવા–લાંબા કાળ સુધી ચારિત્ર પાળ્યું, શિષ્યોને વાચા આપી, અનેકને દીક્ષા આપી, અને વૃદ્ધપણામાં “સર્વ અનુષ્ઠાનેમાં મરણ–અનશન આરાધના સાર છે, માટે તેમાં મહાપ્રયત્ન કરે જોઈએ.’ આમ સમજી આહારને ત્યાગ કરવા પૂર્વક શરીરને ત્યાગ કરે. શરીરને ત્યાગ કરવા આહાર ન વાપરે.