Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 345
________________ : ૩૦૨ : રવૈયાવચ્ચ કરવા–ભૂખે સાધુ વૈયાવચ્ચ બરાબર કરી ન શકે, એટલે આચાર્ય, ઉપાધ્યાય, વેલાન, બાલ, વૃદ્ધ આદિ સાધુની વૈયાવચ્ચ સારી રીતે કરી શકાય તે માટે સાધુ આહાર વાપરે. ૩ સંયમનું પાલન કરવા–ભૂખે સાધુ પ્રત્યુપ્રેક્ષણા પ્રમાર્જન આદિ સંયમનું પાલન કરી ન શકે, માટે સંયમનું પાલન કરવા સાધુ આહાર વાપરે. ૪ શુભધ્યાન કરવા–ભૂખે સાધુ સ્વાધ્યાય આદિ શુભધ્યાન-ધર્મધ્યાન કરી ન શકે, અભ્યાસ કરેલા સૂત્ર-અર્થનું પરાવર્તન કરવામાં અસમર્થ થાય, તેથી ધર્મધ્યાનની હાનિ થાય. માટે શુભ ધ્યાન કરવા સાધુ આહાર વાપરે. ૫ પ્રાણને ટકાવી રાખવા–ભૂખ્યા હોય તે શરીરની શક્તિઓ ક્ષીણ થાય. જેથી શરીરની શક્તિ ટકાવી રાખવા સાધુ આહાર વાપરે. ૬ ઈસમિતિનું પાલન કરવા–ભૂખ્યા હોય તે ઈર્યાસમિતિનું બરાબર પાલન થઈ ન શકે. ઈસમિતિનું પાલન સારી રીતે થઈ શકે તે માટે સાધુ આહાર વાપરે. આ છે કારણએ સાધુ આહાર વાપરે, પરંતુ શરીરને વિશિષ્ટ વર્ણ આકૃતિ થાય, મધુર સ્વર થાય, કંઠની મધુરતા થાય તેમજ સારા સારા માધુર્ય આદિ સ્વાદ કરવા આહાર ન વાપરે. શરીરના રૂપ, રસાદિ માટે આહાર વાપરતા ધર્મનું પ્રયોજન નહિ રહેવાથી કારણોતિરિક્ત નામને દેષ લાગે છે.

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368