Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 344
________________ ૫ કારણુદોષ छुहवेयणवेयावच्च-संजममुज्झाणपाणरक्खणट्ठा । • इरियं च विसोहेउं भुंजइ न रूवरसहेऊ ॥१५॥ (પિ વિ. ૯૮) આહાર કરવાનાં છ કારણે છે. આ છે કારણે સિવાય આહાર વાપરે તે કારણોતિરિક્ત નામને દેષ લાગે. છ કારણે–૧ સુધાવેદનીય દૂર કરવા, ૨ વૈયાવચ સેવા ભક્તિ કરવા, ૩ સંયમનું પાલન કરવા, ૪ શુભધ્યાન કરવા, ૫ પ્રાણેને ટકાવી રાખવા, ૬ ઈર્યાસમિતિનું પાલન કરવા. આ જ કારણે સાધુ આહાર વાપરે, પરંતુ શરીરનું રૂપ કે જીભના રસને માટે ન વાપરે. ૧ સુધાનું નિવારણ કરવા–ભૂખ જેવી કેઈ પીડા નથી, માટે ભૂખને દૂર કરવા આહાર વાપરે. આ શરીરમાં એક તલના ફોતરા જેટલી જગ્યા એવી નથી કે જે બાધા ન આપે. આહાર વગરના-ભૂખ્યાને બધાં દુઃખો સાન્નિધ્ય કરે છે, અર્થાત્ ભૂખ લાગે ત્યારે બધાં દુઃખે આવી ચઢે છે, માટે ભૂખનું નિવારણ કરવા સાધુ આહાર વાપરે.

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368