________________
: ર૯ : ઝાડા થાય કે ઉલટી થાય, બિમારી આવે કે શરીરને નુકશાન થાય યાવત મૃત્યુ થાય.
સંયમ વિરાધના-વધારે આહાર વાપરવાના વેગે શરીરમાં રોગ થવાથી શેક કરે, તેમાં તેઉકાય આદિની વિરાધના, ઔષધ વગેરેમાં છકાયજીવની વિરાધના થાય.
પ્રવચન વિરાધના–અધિક આહાર વાપરવાથી સાધુ માં પડે, તે જોઈને લેકે નિંદા કરે કે “આ સાધુડા રસનામાં લંપટ છે, તેથી માંદા પડે તેમાં શી નવાઈ? વગેરે બેલે.
અધિક આહારના યોગે બ્રહ્મચર્યની વિરાધના આદિ અનેક પ્રકારના દોષે થાય છે. માટે સંયમ અને શરીરને ગુણકારી પ્રમાણસર આહાર વાપરો જોઈએ.
- ઇતિ પ્રમાણષ નિરૂપણ
OR