________________
૩ અંગારદોષ
૪ ધૂપ્રદેષ अंगारसधूमोवमचरणिधणकरणभावी जमिह । रत्तो दुट्ठो भुंजइ तं अंगारं च धूमं च ॥१४॥
| (પિં. વિ.૯૭) જેમ અગ્નિ લાકડાંને સર્વથા બાળીને અંગારા સમાન બનાવે છે અને અર્ધબાળવાથી ધૂમાડાવાળું કરે છે, તેમ સાધુ આહાર વાપરતાં આહારનાં કે આહાર બનાવનારનાં વખાણ કરે-પ્રશંસા કરે તો તેથી રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને અંગારા સમાન બનાવે છે. અને જે વાપરતી વખતે આહારની કે આહાર બનાવનારની નિંદા કરે તે તેથી શ્રેષરૂપી અગ્નિથી ચારિત્રરૂપી લાકડાંને ધૂમાડાવાળાં બનાવે છે.
રાગથી આહારને વખાણ કરતે વાપરે તે અંગાદેષ લાગે છે.
દ્વેષથી આહારની નિંદા કરતે વાપરે તે ધૂમ્રદેષ લાગે છે.
માટે સાધુએ આહાર વાપરતાં વખાણ કે નિંદા કરવી ન જોઈએ. આહાર જે હોય તે સમભાવથી રાગ-દ્વેષ કર્યા સિવાય વાપરી લેવું જોઈએ, તે પણ કારણ હોય તે વાપર તે સિવાય ન વાપર.
ઈતિ તૃતીય-ચતુર્થ અંગારાષ-ધૂમ્રદેષ નિરૂપણ