________________
: ૧૮૯: ઉકાળવા વગેરે કરવાથી અસંયમ થાય.
ગૃહસ્થ સાર થયા પછી તપેલા લેઢાની જેમ જે કઈ પાપ વ્યાપાર જીવવધ કરે તેને સાધુ નિમિત્ત બને.
સારે થઈ જવાથી સાધુને સારે સારે આહાર બનાવીને આપે તેમાં આધાકર્માદિ અનેક દેશે લાગે.
વળી જે તે રોગીને રેગ વધી જાય કે મરી જાય તે તેના સંબંધી આદિ સાધુને પકડીને રાજસભામાં લઈ જાય, ત્યાં કહે કે “આ વેષધારીએ આને મારી નાંખે.” ન્યાય કરનારા સાધુને અપરાધી ઠરાવી મૃત્યુદંડ આપે, તેમાં આત્મવિરાધના થાય. લકે બેલવા લાગે કે “આ સાધુડા સારે સારે આહાર મળે એટલે આવું વૈદું કરે છે. આથી પ્રવચન વિરાધના થાય.
આ રીતે ચિકિત્સા કરવાથી જીવ વિરાધના એટલે સંયમ વિરાધના, આત્મવિરાધના અને પ્રવચન વિરાધના એમ ત્રણે પ્રકારની વિરાધના થાય. માટે સાધુએ આવી રીતે ચિકિત્સાદેષ લગાડ ન જોઈએ.
ઈતિ પણ ચિકિત્સાપિંડદોષ નિરૂપણ