________________
: ૨૯ : હતું, ત્યાં એક બગલાએ મને પકડ્યો. બગલે ભક્ષ ઉછાળીને પછી ગળી જાય છે. તેથી તે બગલાએ મને અદ્ધર ઉછાળ્યો, મેં વિચાર કર્યો કે “જે હું સીધે તેના મુખમાં પડીશ તે મને ગળી જશે, માટે તીર્થો પડું કે જેથી મને ગળી શકે નહિ.” આમ વિચાર કરીને હું વાંકે પડ્યો, બીજી વાર ઉછાળ્યો, બીજી વાર વાંકે પડ્યો, ત્રીજી વાર ઉછાળ્યો, ત્રીજી વાર હું પાણીમાં પડ્યો અને દૂર ભાગી ગયો.
એકવાર હું સમુદ્રમાં હતું ત્યાં માછીમારોએ વલયામુખની સાદડી માછલાં પકડવા માટે રાખેલી હતી. ભરતી આવે એટલે તેમાં માછલાં ભરાઈ જાય. એકવાર હું તેમાં સપડાઈ ગયે, ત્યારે સાદડીના આધારે બહાર નીકળી ગયે હતે. એકવીસ વાર જાળમાં સપડાએલે તેમાં દરેક વખત હું જમીન ઉપર લપાઈ જઈને છૂટી ગયું હતું.
એકવાર માછીમારે કહનું પાણુ બીજી તરફ કાઢયું, તેમાં હું પણ આવી ગયું હતું, ત્યાં હું માછીમારની જાળમાં સપડાઈ ગયો. માછીમાર બધાં માછલાને પકડીને લાંબા સોયામાં પાવતે હતે, મેં હોંશીઆરીથી સેયાને ભાગ મેંથી પકડી લીધો. પછી માછીમાર માછલાં ઉપર લાગેલા કાદવને સાફ કરવા સરોવરમાં ગયે અને જોવા લાગ્યો, ત્યાં મેં સે મૂકી દીધું અને પાણીમાં જ રહ્યો.”
આવું મારું પરાક્રમ છે તે પણ તું મને પકડવા ઈચ્છે છે? અહો કેવું સારું નિર્લજજાણું?
આ દષ્ટાંતને ઉપનયસાર આ પ્રમાણે છે. માછલાના