________________
: ૨૭૮: કહેવાય છે. અશનાદિ દ્રવ્ય દાતારની સત્તામાં હેય ત્યારે આપનારનું ગણાય અને લીધા પછી લેનારની સત્તાનું ગણાય.
૩ આપનારથી ભાવ અપરિણુત–જે અશનાદિના બે અથવા વધારેના સંબંધીનું હોય અને તેમાંથી એક આપતે હોય અને બીજાની ઈચ્છા ન હોય તે.
૪ લેનારથી ભાવ અપરિણુત–જે અનાદિ લેતી વખતે સંઘાટ્ટક સાધુમાંથી એક સાધુને અચિત્ત કે શુદ્ધ લાગતું હેય અને બીજા સાધુને સચિત્ત કે અશુદ્ધ લાગતું હોય તે.
શંકા–સાધારણ અનિરુણ અને આપનારથી ભાવ અપરિણતમાં શું ફરક છે?
સમાધાન–અનિરુદ્ધમાં બધા માલિક ત્યાં હાજર ન હેય ત્યારે તે સાધારણ અનિરુણ કહેવાય અને આપનાર ભાવ અપરિણતમાં માલિકે ત્યાં હાજર હેય. આટલો તફાવત છે.
ભાવથી અપરિણત ભિક્ષા લેવી કપે નહિ. કેમકે તેમાં કલહ આદિ દેને સંભવ છે.
દાતાના વિષયવાળું ભાવ અપરિણત તે ભાઈઓ અને સ્વામી સંબંધી છે, જ્યારે ગ્રહણ કરનાર વિષયવાળું ભાવ અપરિણત સાધુ સંબંધી છે.
ઈતિ અષ્ટમ અપરિણતદોષ નિરૂપણ