________________
: ૨૮૭ :
આ દશ્ય વારત્તક મંત્રીએ જોયું અને વિચારમાં પડ્યા કે “સાધુ મારા ઘેરથી ભિક્ષા લીધા સિવાય કેમ જતા રહ્યા ?” આમ વિચાર કરે છે ત્યાં તેમની દષ્ટિ જમીન ઉપર પડેલા ખીરના છાંટા ઉપર ગઈ તે છાંટા ઉપર એક માખી બેઠી હતી, તેને પકડવા એક ગીરેલી આવી, ગીરેલીને પકડવા સરટ (કાકીડે) દેડ્યો, કાકીડાને પકડવા એક બિલાડી આવી, તેને પકડવા પાડેશીને કૂતરે આબે, ત્યાં બીજે કૂતરે આવ્ય, બને કૂતરા લડવા લાગ્યા. તે જોઈને કૂતરાના માલિકેને પરસ્પર કલહ થયો અને મેટું રમખાણ મચી ગયું.
આ જોઈ મંત્રી વિચારવા લાગ્યા કે “એક બિંદુ નીચે પડયું, તેમાં આ અનર્થ થયા. આ અનર્થના ભયથી મુનિએ ભિક્ષા લીધી નહિ. અહે! કે દીર્ઘ દૃષ્ટિવાળે ભગવંતને ધર્મ છે. આ ધર્મ સર્વજ્ઞ સિવાય કેણ કહી શકે? જેમ આંધળે રૂપને જોઈ શકે નહિ તેમ જે સર્વજ્ઞ ન હોય તે દેષ વિનાને ધર્મ કહી શકે નહિ. જિનેશ્વર ભગવાન જ સર્વજ્ઞ છે, એજ મારા દેવ છે. તેમણે કહેલું અનુષ્ઠાન જ મારે કરવું.” " આ પ્રમાણે વિચાર કરી વૈરાગ્ય પામેલા વારત્તક મંત્રી, જિનમંદિરમાં ગયા. ભગવંતનાં ભાવથી દર્શન કર્યા, પછી મંદિરમાંથી બહાર નીકળીને શ્રી ધર્મશેષ મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી.
શરીરની પણ મમતા રાખ્યા સિવાય વિધિપૂર્વક આહાર ગ્રહણ કરતાં અને સંયમનું સુંદર રીતે પાલન કરતાં ઘાતકર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા.