________________
: રા૨ :
અધરાત્રી જાણતાં જ મુનિ વિચારમાં પડી ગયા. પિતાને ચિત્તભ્રમ જાણે. હા! મૂખ! એવા મેં આજે શું કર્યું? અગ્ય આચારણ થઈ ગયું. ધિક્કાર છે મારા જીવતરને, લેભમાં અંધ બની જઈને દિવસ અને રાત્રી સુધી ભમ્યા કર્યું. આ શ્રાવક ઉપકારી કે સિંહકેસરીઆ લાડવા વહેરાવીને મારી આંખ ઉઘાડી.”
મુનિએ શ્રાવકને કહ્યું કે “ભો ! મહાશ્રાવક ! તમે સારું કર્યું, સિંહ કેસરીઆ લાડવા આપીને પુરિમ પચ્ચકખાણને સમય પૂછીને સંસારમાં ડૂબતાં મારે બચાવ કર્યો.” - રાત્રે ગ્રહણ કરેલું હોવાથી પિતાના આત્માની નિંદા કરતા અને લાડુને પરઠવતા શુક્લધ્યાનમાં ચઢ્યાં, ક્ષપકશ્રેણી માંડી લાડવાના ચૂરા કરતા આત્મા ઉપર લાગેલા ઘાતી કર્મોને પણ ચૂરા કરી નાંખ્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે લેભથી પણ ભિક્ષા લેવી કલ્પે નહિ
ઇતિ દશમ લેભપિડદોષ નિરૂપણ