________________
: ૨૩૦ : એક વખત એક સાધુ તેના ઘેર ભિક્ષાએ આવ્યા. તેમણે આ કન્યાને જોઈ તેની માતાને કહેવા લાગ્યો કે “આ તમારી પુત્રી યૌવનવયમાં આવી છે, તેના હમણાં લગ્ન નહિ કરો તે કઈ તરૂણ આદિ સાથે અકાર્ય આચરશે તે તમારા કુલમાં મલિનતા લાગશે. વળી લેકમાં પણ કહેવત છે કે “તાવતો ના ઘોર, ચાવજતો રવિવા” જે કુંવારી ઋતુવાળી થાય તે રૂધિરના જેટલાં બિંદુઓ પડે તેટલીવાર તેની માતા નરકમાં જાય.”
ઉંમર લાયક છોકરાને જોઈને છોકરાની માતાને સાધુ કહે કે “કુલ, ગોત્રકર્તિને વધારનાર તમારો પુત્ર યૌવનવયમાં આવ્યું છે, હજુ એને કેમ પરણાવતા નથી. પરણાવશે તે પત્નિને સ્નેહથી સ્થિર થશે, નહિતર સ્વછંદચારી થઈ કેઈને ઉપાડીને ભાગી જશે. પછી પણ પરણાવવાનો તે છે, તે પછી હમણાં કેમ લગ્ન કરતા નથી?”
૪ ગર્ભધારણ કરાવો તથા ગર્ભ પડાવવાનું– સંયુગ નામના નગરમાં સિંધુરાજ નામના રાજા રાજ્ય કરે છે. તેમને અનેક રાણીઓ છે, તેમાં બે મુખ્ય રાણી છે. એકનું નામ શૃંગારમતિ અને બીજીનું નામ જયસુંદરી છે.
શૃંગારમતિને ગર્ભ રહ્યો તે જોઈને જયસુંદરી વિચારવા લાગી કે “આને પુત્ર થશે તે તે યુવરાજ બનશે. આથી તે ચિંતા કરવા લાગી. એવામાં કઈ સાધુ ત્યાં આવી પહોંચ્યા. જયસુંદરીને ચિંતાવાળી જોઈને ચિંતાનું કારણ પૂછ્યું. એટલે શંગારમતિને ગર્ભ રહાનું અને પિતાને ગર્ભ નહિ રહેવાનું જણાવ્યું.”