________________
: ર૬૦ : બાલિકાએ કહ્યું કે “માગી માગીને બધુંએ લઈ લીધું.”
સ્ત્રી રેષાયમાન થઈ ગઈ અને ઉપાશ્રયે આવીને ઘાંટા પાડીને બેલવા લાગી કે “તમારો સાધુ કે કે બાલિકા પાસેથી બધુંએ લઈ લીધું?' - સ્ત્રીને માટે અવાજ સાંભળી લોકો ભેગા થઈ ગયા અને સાધુની નિંદા કરવા લાગ્યા. “આ લોક માત્ર વેષધારી છે, લુંટારા છે, સાધુપણું નથી.” વગેરે જેમતેમ બોલવા લાગ્યા.
આચાર્ય ભગવંત શાસનને અવર્ણવાદ થતે જોઈ “બધા લેકેની સમક્ષ તે સાધુને એ-કપડાં વગેરે લઈને ઉપાશ્રયની બહાર કાઢી મૂક્યા.
સાધુને કાઢી મૂક્યું એટલે તે સ્ત્રીને ગુસ્સો શાંત થઈ ગયે.
સાધુને કાઢી મૂકેલે જે તે સ્ત્રીને દયા આવી અને આચાર્ય મહારાજ પાસે આવી વંદન કરીને બેલી કે “હે ભગવન! મારા નિમિત્તે આ સાધુને કાઢી ન મૂકે. મારા એક અપરાધની ક્ષમા કરે.”
આચાર્ય ભગવંતે તે સાધુને બોલાવીને “ફરીથી આવું ન કરીશ” એમ કહીને વેશ પાછો આપે અને દંડ આપી ગચ્છમાં લીધે.
શાસનને ઉડ્ડાહ આદિ દે રહેલા છે, માટે આ રીતે વડિલની ગેરહાજરી વગેરેમાં નાના બાલક પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ.
અપવાદ–વડિલની હાજરી હોય અને તે અપાવરાવે તે નાના બાલક પાસેથી પણ ભિક્ષા લેવી કપે.