________________
: ૨૦૮: થયાં, આરિલાભુવનમાં કેવળજ્ઞાન થયું, પાંચસોના પરિવાર છે સાથે ચારિત્રને સ્વીકાર કર્યો, વગેરેનો એ તે આબેહુબ અભિનય કર્યો કે આખી પર્ષદામાં બેઠેલા બધા લકે વાહ વાહ,બેલવા લાગ્યા અને એટલા બધા ખુશ થઈ ગયા કે ચારે તરફથી હાર, કુંડલ વગેરે આભરણ, સુવર્ણ વસ્ત્રો વગેરેને વરસાદ વરસાવવા લાગ્યા.
પાંચસની સાથે આષાઢાભૂતિ લોકેને ધર્મલાભ આપીને જવા લાગ્યા.
પ્રેક્ષકે આશ્ચર્ય પામ્યા.
રાજા પણ વિચારમાં પડી ગયા કે “આ શું?” આષાઢાભૂતિને રોકવા લાગ્યા.
આષાઢાભૂતિએ કહ્યું કે “શું ભરત ચક્રવર્તિ દીક્ષા લઈને પાછા આવ્યા હતા? કે જેથી હું પાછો આવું?”
પાંચસેની સાથે ગુરુ મહારાજ પાસે પહોંચી ગયા.
વસ્ત્ર અલંકારે વગેરે જે કાંઈ આવ્યું હતું તે બધું પિતાની બને પત્નિઓને અર્પણ કર્યું.
ત્યાર પછી વિશ્વકર્માએ “રાષ્ટ્રપાલ” નાટક કુસુમપુરમાં ભજવ્યું, ત્યાં પણ પાંચસે ક્ષત્રિએએ દીક્ષા લઈ લીધી.