________________
: ૯૯ :
તે દરેકના ઉપરના ખતાવેલ એ ભેદ-ઉપકરણ અને ભક્તપાન, એમ ચાર પ્રકારે ભાવપૂતિ.
જે દ્રવ્ય, ભાવને ખરાબ કરે તે દ્રવ્ય ઉપચારથી ભાવપ્રતિ કહેવાય.
ઉપકરણ માદરપૂતિ—આધાકર્મી ચૂલા ઉપર રાંધેલું કે મૂકેલું, અથવા આધાકર્મી ભાજન, કડછી, ચમચા આદિમાં રહેલેા શુદ્ધ આહાર પણ આધાકર્મી ઉપકરણના સ’સગ વાળે હોવાથી તે ઉપકરણુ ખાદરપૂતિ કહેવાય છે.
ચૂલા વગેરે રાંધવા વગેરેનાં સાધના હોવાથી ઉપકરણ કહેવાય છે.
આવા દોષવાળા આહાર સાધુને કલ્પી શકે નહિ. પરંતુ તે શુદ્ધ આહારને તે આધાકી ઉપકરણ આદિ ઉપરથી લઇને ગૃહસ્થે પેાતાને માટે બીજે મૂકેલા હાય તે તે આહારાદિ સાધુને કલ્પી શકે છે.
ભક્તપાન બાદરવૃતિ—આધાકર્મી અંગારા ઉપર જીરૂ, હિંગ, રાઈ વગેરે નાખીને ખાળવાથી જે ધૂમાડો થાય તેના ઉપર ઊંધું વાસણ મુકીને વાસણુ ધૂમાડાની વાસનાવાળું કર્યું" હાય અર્થાત્ વઘાર દીધા હોય તે આધાકર્મી વાસણ વગેરેમાં શુદ્ધઆહાર નાખેલા હોય અથવા તે આધાકર્મી આહારથી ખરડાએલા વાસણમાં ખીજે શુદ્ધ આહાર નાખ્યા હાય અથવા તેા આધાક આહારથી ખરડાએલા હાથ કે ચમચા વગેરેથી અપાતા શુદ્ધ આહાર, તે ભક્તપાન ખાદરપૂતિ દોષવાળા ગણાય છે. આવા આહાર સાધુને કહ્યું નહિ.