________________
: ૧૧૬ :
આ પ્રમાણે વાદી, તપસ્વી, નિમિત્તક વિષે પણ ઉપર મુજબ જવાબ આપે. અથવા આહારાદિના માટે લેાકેાનેકહે કે અમે આચાર્ય છીએ, અમે ઉપાધ્યાય છીએ ’ વગેરે. આ રીતે મેળવેલેા આહાર આદિ આત્મભાવક્રીત કહેવાય છે. આવા આહાર સાધુને કલ્પે નહિ.
૩. પરદ્રવ્યમ્રીત—સાધુ માટે કાઇ આહારાદિ વેચાતા લાવીને આપે તે. તે સચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે, અચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે કે મિશ્ર વસ્તુ આપીને ખરીદ કરે તે પરદ્રવ્યક્રીત કહેવાય. આ રીતે લાવેલે। આહાર સાધુને કલ્પે નહિ.
૪. પરભાવક્રીત–જે ચિત્ર ખતાવીને ભિક્ષા માગનારા આદિ છે તે સાધુને માટે પોતાનું ચિત્ર આદિ બતાવીને વસ્તુ ખરીદે તે પરભાવકીત છે. આ દેષમાં ત્રણ દેષો લાગે. ફ્રીત, અભ્યાહત અને સ્થાપના.
દૃષ્ટાંત
શાલીગ્રામમાં દેવશર્મા નામના એક મખ રહેતા હતા. એક વખત કેટલાક સાધુ તેની જગ્યામાં ચામાસુ રહ્યા. દેવશર્મા મુનિવરેાની ક્રિયા વગેરે જોઇને તેમના પ્રત્યે ભક્તિવાળા થયા. સાધુને આહાર લેવા માટે રાજ વિનંતિ કરે છે. પરંતુ તે શય્યાતર હાવાથી સાધુ આહાર લેવાના નિષેધ કરે છે.
6
દેવશર્માં વિચારવા લાગ્યા કે આ સાધુએ મારા ઘેરથી આહારાદિ લેતા નથી, બીજાને ત્યાં જઈને આપીશ તા પશુ