________________
: ૧૩૯ :
સાધુ માટે આ વસ્તુ ખાલીને તેમાં રહેલ ઘી, તેલ આદિ સાધુને આપે તેા.
૧ પૃથ્વીકાય, અકાય આદિના નાશ થાય.
૨ તેની નિશ્રાએ ત્રસ જીવા રહેલા હાય તા તેની પણ વિરાધના થાય.
૩ ફરીથી પાછુ પેક કરે તેમાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય આદિની વિરાધના થાય. લાખથી પેક કરે તેમાં લાખ ગરમ કરતાં તેઉકાયની વિરાધના, જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ અવશ્ય હાય એટલે વાયુકાયની વિરાધના, પૃથ્વી આદિમાં અનાજના દાણા કે ત્રસ જીવેા રહેલા હાય તેથી વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધના, પાણી નાખે તેમાં અકાયની વિરાધના. આમ છએ કાયની વિરાધના થાય.
૪ વસ્તુ ખાલ્યા પછી તેમાં રહેલી વસ્તુ પુત્રાદિને આપે, વેચે કે નવું લઇને તેમાં નાંખે, આથી પાપપ્રવૃત્તિએ સાધુના નિમિત્તે થાય.
૫ અરણી રાદિ પેક ન કરે અને ઉઘાડી રહી જાય તે તેમાં કીડી, માખી, ઉંદર આદિ પડી જાય તે તેની વિરાધના થાય.
કબાટ આદિ ઉઘાડીને આપવામાં ઉપર મુજબના દોષા લાગે, ઉપરાંત બારણું ઉઘાડતાં પાણી વગેરે ભરેલી વસ્તુ અંદર હોય તે નીચે ઢોળાઈ જાય, અથવા તે ફુટી જાય, પાસે ચૂલા હાય તેા પાણીના રેલા તેમાં જાય તે અગ્નિકાય અને વાયુકાયની વિરાધના થાય, ઉપરાંત ત્યાં રહેલ પૃથ્વીકાય, અકાય, વનસ્પતીકાય, ત્રસકાયની પણ વિરાધના થાય. બારણું