________________
: ૧૪ર :
૪ તિર્યકુ માલાપહત–જમીન ઉપર બેઠા બેઠા ગેખલા વગેરેમાંથી કષ્ટપૂર્વક હાથ લાંબો કરી વસ્તુ લઈને આપે તે.
માલાપહત ભિક્ષા ગ્રહણ કરવામાં આપનારને માલ-મેડા ઉપર ચઢતાં, ભોંયરામાં જતાં-ઉતરતાં કષ્ટ પડતું હેવાથી, ચઢતાં ઉતરતા કદાચ પડી જાય, તથા શીંકા વગેરેમાં પિતે દેખી શકે એમ ન હોવાથી ત્યાં કદાચ સર્ષ આદિ હેય તે કરડે, તે જીવવિરાધના (સંયમ વિરાધના) પ્રવચન વિરાધના આત્મવિરાધના આદિ દે રહેલા છે.
દૃષ્ટાંત યંતપુર નગરમાં યદિ નામના ગૃહપતિ રહેતા હતા. તેમને વસુમતી નામની પત્ની હતી.
એકવાર ધર્મરૂચી નામના મુનિ તેમના ઘેર ભિક્ષા લેવા માટે આવ્યા. ત્યારે લક્ષદિને વસુમતીને લાડવા આપવા કહ્યું. લાડવા ઉચે શીકામાં મૂકેલા હેવાથી તે શીકામાંથી લેવા લાગી એટલે સાધુ તે ભિક્ષા લીધા સિવાય પાછા નીકળી ગયા.
સાધુના ગયા પછી કેઈક ભિક્ષુક ભિક્ષા માટે આવ્યા, ત્યારે યક્ષદિને તે ભિક્ષુકને પૂછયું કે “થોડીવાર પહેલાં એક સાધુ અહીં આવ્યા હતા. તેમને અમે શીકામાંથી લાડવા આપવા લાગ્યા પરંતુ તે લીધા સિવાય ચાલ્યા ગયા, તેનું શું કારણ?”
ભિક્ષુક જૈનશાસનને દ્વેષી હતા એટલે કહ્યું કે “તે બીચારા રાંકડા પૂર્વકના યોગે તમારા જેવા શ્રીમંતના ઘરમાંથી