________________
: ૧૪૪ :
2
ધર્મ બતાવી શકે તે ખરેખર સર્વજ્ઞ હોવા જોઇએ. ' યક્ષદિન્ત સુનિ મહારાજને ધર્મનું સ્વરૂપ પૂછ્યું. સાધુએ સંક્ષેપમાં ધ કહ્યો. તે સાંભળી ખન્નેનું મિથ્યાજ્વરૂપ ઝેર નીકળી ગયું અને મધ્યાહ્ન વખતે મુનિ પાસે જઇને વિશેષ ધમ સાંભળ્યેા. વૈરાગ્ય પામી યક્ષદિન્ન અને વસુમતીએ દીક્ષા લીધી.
માલાપહૃતદેષવાળી ભિક્ષા સાધુએ ગ્રહણ કરવી નહિ. કેમકે શીંકા વગેરે ઉપરથી ભિક્ષા લેવા માટે પગ ઉંચા કરતાં, કે સીડી ઉપર ચઢતાં ઉતરતા પગ ખસી જાય તા નીચે પડી જાય તે તેના હાથ પગ ભાંગે કે મૃત્યુ પામે, નીચે કીડી આદિ જીવજ ંતુ હાય તા તે દખાતા મરી જાય. આથી સયમ વિરાધના થાય. લેાકેા નિંદા કરે કે · આ સાધુએ કેવા કે આને નીચે પાડી.' આથી પ્રવચન વિરાધના થાય અને કેાઈ ગૃહસ્થ ગુસ્સે થઇને સાધુને મારે જેથી આવિરાધના થાય.
મજબૂત લાકડાની પત્થરની નિસરણી હાય અને જ્યાં સાધુ એષણાની શુદ્ધિ માટે મકાનના ઉપર ચઢી શકે એમ હોય તા દાતાર નીચેથી ઉપર જાય અને સાધુ પણ એષાશુદ્ધિ માટે ઉપર જઈને ગ્રહણ કરે તા, અથવા આગળથી નીચે લાવેલી વસ્તુ હાય, તથા શીંકા આદિ કે તીી રહેલી વસ્તુ સહેલાઇથી લઈ શકાય એમ હાય, તેા તેવી વસ્તુ ગ્રહણ કરવામાં માલાપહૃતદોષ લાગતા નથી, તેવી ભિક્ષા સાધુને લેવી કલ્પી શકે, ઇતિ ત્રયાશ માલાપહૃતદેાષ નિરૂપણ
-