________________
: ૧૫ર : કરતું નથી, પરંતુ તે વિચાર કર કે બત્રીસ લાડવામાંથી તારા ભાગમાં તે એક જ લાડ આવશે, તને તે એક લાડવાના બદલામાં કેટલે બધે લાભ મળશે? આ વાત તું હૃદયમાં બરાબર વિચારી શકતો હોય તે બધા લાડવા મને આપી દે.” પિલાએ બધા લાડવા મુનિને આપી દીધા.
પાત્રામાં લાડવા ભરીને હર્ષ પામતા મુનિ પિતાના સ્થાન તરફ જવા લાગ્યા. થોડું ગયા હશે ત્યાં સામેથી પેલા એકત્રીસ મિત્રો મળ્યા.
તેઓએ પૂછયું કે “ભગવન્! તમને શું મળ્યું?”
સાધુ વિચારવા લાગ્યા કે “આ બધા લાડવાના માલિક છે, જે હું એમ કહું કે “મને લાડવા મળ્યા તે આ લોકે બધા લાડવા પાછા લઈ લેશે. માટે એમ કહે કે “મને કંઈ મળ્યું નથી.”
સાધુએ કહ્યું કે “મને કંઈ મળ્યું નથી.”
સાધુની ઝેળી ભારે દેખવાથી, માણિભદ્ર વગેરેને શંકા પડી એટલે સાધુને કહ્યું કે “તમારી ઝળી બતાવે.”
સાધુ 3ળી બતાવતા નથી, એટલે માણિભદ્ર વગેરેએ બલાત્કારે ઝેળી જોઈ તે અંદર પાત્રામાં લાડવા દેખ્યા. એટલે સાધુ ઉપર ગુસ્સે થયા. પકડીને લાડવા સાચવનાર પાસે લઈ ગયા. અને પૂછયું કે “તે બધા લાડવા મુનિને આપી દીધા?”
પિલાને ભય લાગે એટલે જવાબ આપે કે “મેં એને લાડવા આપ્યા નથી.’