________________
: ૧૩૩ :
કેટલાક સાધુએ તે રીતે નીકળ્યા ત્યારે તેમણે કહ્યું કે “અરે! સાધુઓ ! અમારે લાડવા આદિ ઘણું વધેલું છે, જે તમારે ઉપયોગમાં આવતું હોય તે ગ્રહણ કરે.”
આ પ્રમાણે કહેવાથી સાધુઓને લાગ્યું કે “આ શુદ્ધ આહાર છે.” એમ સમજી ગ્રહણ કર્યો, બીજા સાધુઓને પણ ખબર આપ્યા કે “અમુક સ્થાને શુદ્ધ આહાર મળે છે.” આથી બીજા સાધુઓ પણ ત્યાં ભિક્ષા લેવા ગયા.
એક શ્રાવક વધારે આપવા લાગ્યું, એટલે બીજા શ્રાવકે પરસ્પર કપટપૂર્વક બેલવા લાગ્યા.
એકે કહ્યું કે “થોડું થોડું આપે, વધારે ન આપો. આપણને ખાવા કામ લાગશે.”
ત્યારે બીજો બોલ્યો કે “અમે બધાએ ભેજન કર્યું છે, માટે થોડું રહેશે તે ચાલશે, સાધુને જોઈએ તે મુજબ આપો.”
આ સાંભળી સાધુઓને કઈ શંકા ન લાગવાથી જરૂર મુજબ મેદક આદિ લીધા અને ઉપાશ્રયે આવ્યા. ત્યાં કેટલાકે મુનિઓએ વાપર્યું કેટલાક વાપરતા હતા, કેટલાક સાધુને પચ્ચકખાણ પારવાની વાર હતી તેથી આહાર મુકી રાખ્યું હતું અને સ્વાધ્યાય કરતા હતા.
આ તરફ શ્રાવકને પુરો લાભ મળી ગયું. કેટલાક સમય પસાર થયા બાદ તેઓએ વિચાર કર્યો કે “હવે સાધુએએ વાપરી લીધું હશે, માટે સાધુ ભગવંતેને વંદન કરીને આપણુ ગામ પાછા જઈએ.”