________________
+ ૮૭ :
સમાધાન—
. कामं सयं न कुव्वड़ जाणंतो पुण तहावि तग्गाही । बढेइ तप्पसंगं अगिण्हमाणो उ वारे
॥२५॥
( પિ'. નિ. ૧૧૧)
તમારી વાત બરાબર છે. જો કે જાતે તે આહારાગ્નિ નથી કરતા, બીજા પાસે નથી કરાવતા તે પણ આ આહારાદિ સાધુ માટે બનાવેલા છે.’ એમ જાણવા છતાં જો તે આધાકર્મી આહાર ગ્રહણ કરે છે, તે આપનાર ગૃહસ્થ અને બીજા સાધુઆને એમ થાય કે · આધાકી આહારાદિ આપવામાં અને લેવામાં કાઈ જાતના દોષ નથી, જો દોષ હોય તા આ સાધુ જાણવા છતાં કેમ ગ્રહણ કરે ?'
આમ થવાથી આધાકર્મી આહારમાં લાંખા ટાઈમ સુધી છ જીવનિકાયના ધાત ચાલુ રહે છે. જે સાધુએ આધાક આહારના નિષેધ કરે કે ‘સાધુને આધાકર્મી આહાર કલ્પે નહિ.’ અને આધાકર્મી આહાર ગ્રહણ ન કરે તા ઉપર મુજ અનેા દોષ તે સાધુઓને લાગતા નથી. પણ આધાકર્મી આહાર જાણવા છતાં, જે તે આહાર વાપરે તે ચાક્કસ તેને અનુમાદનાના દોષ લાગે છે. ‘પ્રતિષિદ્ધમનુમતમ્' નિષેધ નહિ કરવાથી અનુમતિ આવી જાય છે. વળી આધાકર્મી આહાર વાપરવાના ચસકે લાગી જાય, તે તેવા આહાર ન મળે તા જાતે પશુ તૈયાર કરવા લાગી જાય એવું પણ મને, માટે સાધુએ આશ્વાકર્મી આહારાદિ વાપરવા ન જોઇએ.