________________
: ૪૬ :
૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, ૪ ક્ષેત્ર, ૫ કાલ, ૬ પ્રવચન, ૭ લિંગ, ૮ દર્શન, ૯ જ્ઞાન, ૧૦ ચારિત્ર, ૧૧ અભિગ્રહ, અને ૧૨ ભાવના. આ બાર પ્રકારે સાધર્મિક હેય.
૧ નામ સાધર્મિક–સાધુનું જે નામ હોય તે નામ બીજાનું હોય તે નામસાધર્મિક.
ર સ્થાપનાસાધામક–સાધુની મૂર્તિ, ચિત્ર કે કાકા દિમાં સ્થાપના કરી છે તે સ્થાપનાસાધર્મિક.
૩ દ્રવ્યસાધર્મિક-સાધુ થવાને ગ્ય. ભવિષ્યમાં સાધુ થનાર દ્રવ્યસાધર્મિક, અથવા કાળધર્મ પામેલા સાધુનું શરીર.
૪ ક્ષેત્રસાધર્મિક–એક જ ગામમાં જન્મેલા તે ક્ષેત્રસાધર્મિક
૫ કાલસાધર્મિક–-સરખી ઉંમરનાં હેય તે કાલસાધર્મિક.
૬ પ્રવચનસાધર્મિક–સાધુ, સાધવી, શ્રાવક-શ્રાવિકા. એટલે સાધુ સાધુના સાધર્મિક, સાધ્વી સાધ્વીને સાધર્મિક, શ્રાવક શ્રાવકને સાધર્મિક, શ્રાવિકાશ્રાવિકાને સાધર્મિક અથવા સાધુને સાધુ અને સાધ્વી સાધર્મિક, સાધ્વીને સાધ્વી અને સાધુ સાધર્મિક, શ્રાવકને શ્રાવક અને શ્રાવિકા સાધર્મિક, શ્રાવિકાને શ્રાવિકા અને શ્રાવક સાધર્મિક કહેવાય તે પ્રવચન સાધર્મિક.
૭ લિંગસાધર્મિક–રજોહરણ–એ, મુહપત્તિ વગેરે સરખા વેષવાળા લિંગ સાધર્મિક