________________
: ૫૧ ; ઉપર મુજબના એકવીસે ભેદમાં ચાર ચાર ભાંગ નીચે મુજબ થાય.
૧ પ્રવચનથી સાધર્મિક, લિંગ (વેષ) થી નહિ. ૨ લિંગથી , પ્રવચનથી નહિ. ૩ પ્રવચનથી , અને લિંગથી સાધર્મિક. ૪ , નહિ , , નહિ. આ પ્રમાણે બાકીના વીસ–ભેદમાં ૪-૪ ભાંગા સમજી લેવાં. ૧ પ્રવચનથી સાધમિક પણ લિંગથી સાધમિક નહિ–અવિરતિ સમ્યગદષ્ટિથી માંડીને શ્રાવકની દશમી પ્રતિમા વહન કરનાર શ્રાવક સુધીના લિંગથી સાધર્મિક નથી.
૨ લિંગથી સાધર્મિક પણ પ્રવચનથી સાધમિક નહિ–શ્રાવકની અગીઆરમી પ્રતિમા વહન કરનાર (મુંડનકરાવેલું હોય છે ) શ્રાવક એ લિંગથી સાધર્મિક છે પણ પ્રવચનથી સાધર્મિક નથી. તેના માટે બનાવેલો આહાર સાધુને કલ્પી શકે. - નિહ્ન સંઘ બહાર હોવાથી પ્રવચનથી સાધર્મિક નથી પણ લિંગથી રજોહરણ વગેરે હેવાથી સાધર્મિક કહેવાય છે. તેમના માટે કરેલું સાધુને કલ્પી શકે. પરંતુ જો તેને નિહ્નવ તરીકે લોકે જાણતાં ન હોય તે તેવા નિહ્નવ માટે કરેલું પણ સાધુને કપે નહિ.
૩ પ્રવચનથી સાધર્મિક અને લિંગથી પણ સાધમિક-સાધુ અથવા અગીઆરમી પ્રતિમા વહન કરનાર શ્રાવક. સાધુ માટે કરેલું ન કલ્પે, શ્રાવક માટે કરેલું કપે.