________________
પ્રશિષ્ય રૂ૫) ચાલતા આવે છે. જૈનાચાર્યોની જે માન્યતાઓ પ્રવર્તે છે તે સર્વેનું પરંપરાગમમાં સમાવેશ થાય છે. અન્ય ધર્મમાં પણ પરંપરાગમનું ખુબજ મહત્વ દર્શાવ્યું છે. પરંપરાગમમાં અપેક્ષાએ સમાચારી પણ આવી જાય છે. જો આ પરંપરાગમને માનવામાં ન આવે સ્વીકારવામાં ન આવે તો જૈનશાસનની ઘણી માન્યતાઓ અને પ્રણાલીકાઓ નષ્ટ થઈ જાય છે.
આપણા જૈનોને અન્ય શ્રાવક અથવા કોઈ ધર્મ આચરતો ડોકટર, વકીલ, પોલીસ, જજ કે અન્ય કોઈ વેપારી મદદ કરે છે અને આપણે તેને તે-તે અપેક્ષાની દશાએ સાધન માનીએ છીએ. અને પરમાત્મા, સદગુરૂ વગેરે ને પરમસાધન-સુસાધન માનીએ તેમાં કંઈ મીથ્યાત્વ લાગી જતું નથી, અને આપણે જૈનો કંઈ આડા માર્ગે જતા નથી.
તેનું મહત્વનું કારણ એ છે કે આપણે તે સર્વેની અનુક્રમે ઉપયોગીતા જાણીએ છીએ. તેમાં ડોકટર, પોલીસ, વેપારી વગેરે અપેક્ષાએ જેને સુસાધન છે. તેમ તીર્થંકરદેવ, સદ્ગુરૂદેવ વગેરે અપેક્ષાએ મહાસુસાધન, પરમસુસાધન છે. પરંતુ તેમાંથી ડોકટર વૈદ્ય, પોલીસ, વેપારી, આદિ સુસાધન તીર્થકર રૂ૫ સુસાધન થી પરંપરાએ નિમિત્ત સાધન ઉપયોગી છે તેમ જણાય છે. તીર્થકર દેવ, વીતરાગ પરમાત્મા, ગુરૂદેવ એ બધા મહા-પરમ સાધન છે તેથી કંઈ પોલીસ, ડોકટર, વેપારી આદિ કુસાધન નથી પરંતુ તેનો મહીમા પરમ સાધનના મહીમા કરતા નહીંવત્ છે તેમ જાણવું. શાસનદેવો ધર્મના માર્ગમાં, આત્માની શુદ્ધિમાં તથા મોક્ષમાર્ગમાં વિદન નિવારણ કરનારા હોઈ તીર્થકર રૂપ મહા-પરમસાધનની અપેક્ષાએ ઉતરતી/ઓછી કક્ષાના સુસાધનરૂપે તો જરૂર ગણાયજ. પરંતુ તીર્થકર રૂપ મહા-પરમ સાધનની આગળ દેવ-દેવી વગેરે તે સાધન ગણવા તે તો અજ્ઞાનતા છે. આ સાધન અનેક ને ઉપકારી તથા સમ્યકત્વ ટકાવનારું હોવાથી તે સુસાધન તો જરૂરથી ગણાયજ.
શાશન દેવોને મતિ-શ્રુત તથા અવધિજ્ઞાન હોય છે તેથી તેઓ પોતાની પાસે આવનારની દશા-વિચારો જાણી શકે છે. તેથી તેઓ પરીક્ષા કરી પ્રભુ ભક્તોને યથાયોગ્ય સહાયતા કરે જ છે. આવી સહાયને પ્રભુભક્તો જાણી પણ શકે અને ન પણ જાણી શકે. ૨૦
મન્ત્ર સંસાર સારં..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org