________________
નવમો દેવલોક - આઠમા દેવલોકથી ૧/૪ રાજ ઊંચે ૧૨V ગણરજુ વિસ્તારમાં મેરુ પર્વતથી દક્ષિણ બાજુ આણત નામનો નવમો દેવલોક છે; જેમાં ૪ પ્રતર છે. ૯૦૦ યોજન ઊંચાં અને ૨૩00 યોજન ભૂમિતલવાળાં ૪૦૦ વિમાન છે. તેઓનું દેહમાન ૪ હાથ છે. તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૯ સાગરોપમ અને જઘન્ય
આયુષ્ય ૧૮ સાગરોપમ છે. (૧૦) દસમો દેવલોક - નવમા દેવલોકથી મેરુની દક્ષિણમાં ૧૦મો
દેવલોક છે, જેનું નામ પ્રાણત છે. તેમાં ૯૦૦ યોજન ઊંચાં અને ૨૩૦૦ યોજન ભૂમિતલવાળાં ૪૦૦ વિમાનો આવેલાં છે. દેહમાન ૪ હાથમાં છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ છે. નવમા-દસમા બંને દેવલોકના ઈન્દ્ર એક છે, જેનું નામ પ્રાણેન્દ્ર છે. નવમા-દસમા દેવલોકમાં ૪૦૦
૪૦૦ જિનપ્રાસાદ અને ૧૮૦-૧૮૦ જિનબિંબ આવેલાં છે. (૧૧) અગિયારમો દેવલોક - નવમા-દસમા દેવલોકથી અડધા રાજ
ઊંચે સાડા-દસ ગણરજુ વિસ્તારમાં મેરુથી દક્ષિણ દિશામાં ૧૧મો આરણ નામનો દેવલોક છે. ૧૧મા દેવલોકમાં દેવોનું જઘન્ય
આયુષ્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૧ સાગરોપમનું છે. (૧૨) બારમો દેવલોક - બારમા દેવલોકનું નામ અય્યત દેવલોક
છે. બંને દેવલોકના ઈન્દ્રનું નામ અય્યતેન્દ્ર છે. આ બંને દેવલોકમાં ૪-૪ પ્રતર છે. તેમાં ૧૦૦૦ યોજન ઊંચાં અને રર૦૦ યોજના ભૂમિતલવાળાં ૩૦૦ વિમાનો આવેલાં છે. ૧રમા દેવલોકના દેવોનું જઘન્ય આયુષ્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય રર સાગરોપમનું છે. ૧૧-૧૨મા દેવલોકમાં દરેક વિમાનમાં ૩૦૦૩૦૦ જિનમંદિર અને ૧૮૦-૧૮૦ જિનબિંબ છે.
પહેલા સુધર્મા નામના દેવલોકની અંદર ૬ લાખવિમાન અપરિગ્રહિતા નામની દેવીઓનાં આવેલાં છે. તેમાં રહેનારી દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૫૦ પલ્યોપમનું છે અને જઘન્ય આયુષ્ય ૧ પલ્યોપમનું છે. સંખ્યાત યોજનના દેવસ્થાનમાં સંખ્યાતી અને અસંખ્યાત યોજનના
મનં સંસાર સારં.
७८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org