________________
પાસે ૬૪ મોતી ૨ - ૨ મણનાં છે. અને તેની પાસે ૧૨૮ મોતી ૧ - ૧ મણનાં છે. તે મોતી હવાથી પરસ્પર અથડાય છે ત્યારે તેમાંથી ૬ રાગ, ૩૬ રાગણી નીકળે છે.
જેમ મધ્યાહ્નનો સૂર્ય સર્વને મસ્તક પર દેખાય છે. તેમ આ ચંદરવો પણ સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વ દેવોને પોતાના મસ્તક પર દેખાય છે. આ પાંચે વિમાનોમાં શુદ્ધ સંયમ પાળનાર, ચૌદ પૂર્વધર સાધુ જ ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ સદેવ જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન રહે છે. જયારે કંઈ સંદેહ ઉત્પન્ન થાય છે ત્યારે તે શય્યાથી નીચે ઊતરીને અહીં બિરાજમાન તીર્થકર ભગવાનને નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે અને ભગવાન તે પ્રશ્નના ઉત્તરને મનોમય પુદ્ગલોમાં પરિણમાવે છે. તેને તેઓ અવધિજ્ઞાનથી ગ્રહણ કરી સમાધાન પામે છે. પાંચે વિમાનોના દેવો એકાંત સમ્યગ્દષ્ટિ હોય છે. ચાર અનુત્તર વિમાનના દેવો સંખ્યાત ભવ કરીને અને સર્વાર્થસિદ્ધ દેવો એક જ ભવ કરી મોક્ષ પામે છે. અહીંના દેવો સર્વથી અધિક સુખી છે.
નવ નૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં સામાનિક, આત્મરક્ષક આદિ નાનામોટા દેવ કોઈ નથી. સઘળા સમાન ઋદ્ધિવાળા છે તેથી તેઓ “અહમિન્દ્ર' કહેવાય છે. અહીં ફકત સાધુઓ જ આયુષ્ય પૂર્ણ થયે ઉત્પન થાય છે.
ઉક્ત બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન - એ ૨૬ સ્વર્ગના ૬ર પ્રતર અને ૮૪૯૭૦૨૩ વિમાન છે. તે બધાં રત્નમય છે. અનેક સ્થંભ પરિમંડિત, અનેકવિધ ચિત્રોથી ચિત્રિત, અનેક ખીંતીઓ તથા લીલીયુક્ત પુતલીઓથી શોભિત, સૂર્ય જેવા ચકચકિત અને સુગંધથી મઘમઘાયમાન હોય છે..
પ્રત્યેક વિમાનમાં ચોતરફ બગીચા હોય છે, જેમાં રત્નોની વાવડી, રત્નમય નિર્મળ જળ અને કમળોથી મનોહર છે. રત્નોમાં સુંદર વૃક્ષ, વલ્લી, ગુચ્છા, ગુલ્મ, તૃણ, વાયુથી પરસ્પર અથડાવાથી તેમાંથી ૬ રાગ, ૩૬ રાગણી નીકળે છે. ત્યાં સોના-રૂપાની રેતમાં વિધવિધ આસનો હોય છે. સુંદર, સદૈવ નવયૌવનથી લલિત, દિવ્ય તેજ-કાંતિના ધારક, સમચતુરરસ્ત્ર સંસ્થાને સસ્થિત, અત્યુત્તમ મણિરત્નોના વસ્ત્રાભૂષથણી મનં સંસાર સારં.
૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org