________________
ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કુરુ કુરુ સ્વાહા.
શુભયોગોની સમજણ
(જાપ શરૂ કરવા માટે) રવિયોગઃ સૂર્ય નક્ષત્રથી દૈનિક ચંદ્ર-નક્ષત્ર ચોથું-અતિ સુખદાયી છઠું-શત્રુ વિજય, નવમું-લાભદાયી, દસમું-કાર્યસિદ્ધિ, તેરમું-પુત્રલાભ, વીસમું રાયતુલ્ય સુખ આપે. અતિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગ છે. સર્વ કુયોગોનો નાશ કરી લગ્નશુદ્ધિ જેટલું શુભફળ આપે છે. મધ્યમરવિયોગ-૨, ૩, ૧૨, ૧૭, ૨૬, ૨૭મું ચંદ્ર નક્ષત્ર દુષ્ટ રવિયોગ ૧, ૫, ૭, ૮, ૧૧, ૧૫, ૧૬મું છે.
રાજયોગ : મંગળ, બુધ, શુક્ર અને રવિ આમાંના કોઈ વારે; તીથી ૨-૩-૭-૧૨-૧૫ હોય, અને ભરણી, મૃગ, પુષ્પ, પૂ.ફા., ચિત્રા, અનુ, પૂ.ષા., ધનિ., ઉ.ભા. નક્ષત્ર હોય તો રાજયોગ થાય છે. આ યોગ માંગલિક કાર્ય, ધર્મકાર્ય, પૌષ્ટિક અલંકાર ધારણ આદિ કાર્યોમાં શુભ છે. વિરુદ્ધયોગહોય જેમકે સંવત કર્ક, વજ, મુસલ, ઉત્પલ, કાણદિયોગ હોય તે રાજયોગ અશુભ ફલદાયી બને છે. - કુમારયોગ : સોમ, મંગળ, બુધ અને શુક્ર-એમાંના કોઈ વારે, તીથી ૧-૬-૧૧-૫-૧૦ હોય અને અશ્વિ., રોહિ., પુર્ન, મઘા, હસ્ત, વિશાખા, મૂળ, શ્રવણ અને પૂ.ભા. નક્ષત્ર હોય તો કુમારયોગ થાય છે. આ યોગ મૈત્રી, વિદ્યા, દીક્ષા, ગૃહ અને વ્રત આદિ કાર્યોમાં શુભ છે.
સ્થિરયોગ : ગુરુવાર કે શનિવારે, તીથી ૪-૮-૯-૧૩-૧૪ હોય અને કૃતિકા, આદ્ર, આશ્લે, ઉ.ફા, સ્વાતિ, યે, ઉ.ષા., શત., રેવતી નક્ષત્ર હોય તો સ્થિરયોગથી રોગાદિકનો નાશ થાય.
અમૃતસિદ્ધિયોગઃ રવિ-હસ્ત, સોમ-મૃગ, મંગળ-અશ્વિની, બુધઅનુરાધા, ગુરુ-પુષ્પ, શુક્ર-રેવતી અને શનિવારે રોહિણી હોતાં બને છે, પરંતુ રવિવારથી અનુક્રમે ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧ તિથિ સાથે હોય તો વિષયોગ થાય છે, તેમજ ગુરુ-પુષ્પ વિવાહમાં, શનિ-રોહિણી પ્રમાણમાં અને મંગળઅશ્વિનીથી બનતો અમૃતસિદ્ધિયોગ નૂતન ગૃહપ્રવેશમાં વર્ય છે. મન્ત્ર સંસાર સાર...
૧૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org