________________
ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
શ્રી નવગ્રહ કલ્પ સૂર્ય : જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી પદ્મપ્રભ સ્વામીજીની પૂજા લાલ રંગના પુષ્પોથી કરવી અને ૩ૐ હું અહં શ્રી પદ્મપ્રભસ્વામિ સેવકાય શ્રી સૂર્યાય નમઃ નો દરરોજ ૧૦૮ વાર લાલ રંગની માળા ઉપર જાપ કરવો. તેનાથી શરીર પીડા, રોગ, શોક આદિ દૂર થાય છે અને ધનહાનિ થતાં અટકે છે.
ચંદ્ર ઃ જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીજીની પૂજા સફેદ રંગના પુષ્પોથી કરવી અને 3 હું અહં શ્રી ચંદ્રપ્રભસ્વામિ સેવકાય શ્રી ચંદ્રાય નમઃ નો દરરોજ ૧૦૮ વાર સફેદ રંગની માળા ઉપર જાપ કરવો. તેનાથી ચિંતા, ચોરભય, ચંચળતા, અસ્થિરતા વગેરે દોષો દૂર થાય છે.
મંગળઃ જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી વાસુપૂજ્ય સ્વામીજીની પૂજા લાલ રંગના પુષ્પોથી કરવી અને 3% હું અહં શ્રી વાસુપૂજ્ય સ્વામિ સેવકાય શ્રી મંગલાય નમઃ નો ૧૦૮ વાર લાલ રંગની માળા ઉપર જાપ કરવાથી શરીરની પીડા, મિત્રો સાથે વિરોધ, શત્રુનો ભય, કુટુંબ કલેશ દૂર થાય છે.
બુધઃ જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી શાંતિનાથ પ્રભુજીની પૂજા લીલા રંગના પુષ્પોથી કરવી અને ૐ હું અહં શ્રી શાંતિનાથ સેવાકાય શ્રી બુધાય નમઃ દરરોજ ૧૦૮ વાર લીલા રંગની માળા ઉપર જાપ કરવાથી દુઃખનો, ઉદાસીનાવસ્થાનો તેમજ વેદનાનો નાશ થાય છે.
ગુરુઃ જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી આદિનાથ પ્રભુજીની પૂજા પીળા રંગના પુષ્પોથી કરવી અને ૐ હું અહં શ્રી આદિનાથ સેવકાય શ્રી ગુરવે નમઃ મંત્રનો જાપ ૧૦૮ વાર કરવાથી સ્નેહીજનો સાથે થયેલ વિરોધ, ઈષ્ટ કાર્યોમાં આવતા અવરોધોનો નાશ થાય છે.
શુકઃ જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી સુવિધિનાથ
મન્ત્ર સંસાર સાર...
૧૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org