________________
અંતે... પરમતારક પરમાત્માના શાસનમાં અનેકાનેક ભવ્યજીવો સન્માર્ગથી
દૂર ફેંકાઈ રહ્યા છે. સન્માર્ગ સમકિત આદિ કોઈ ચોક્કસ સમુદાયની માલીકીના તો નથી જ. વાતોથી કંઈ સમકિતી ન બનાય કે બીજાને
સમકિત ન પમાડાય પરંતુ તેના માટે પ્રયત્ન કરવા પડે.
આજ પ્રયત્નના એક ભાગ રૂપે આ પુસ્તક રજુ કર્યું છે. જયારે જૈનોને ઈત્તરોના સ્થાનોમાં જતા જોઈએ, ત્યાંના તાવીજ, દોરાઓ બાંધતા જોઈએ, ચુંદડીઓ લેતા જોઈએ, ચાંદલાઓ કરતા કે ત્યાની કંઠી બાંધતા જોઈએ અને લાખો-કરોડો રૂપીયા ત્યાં વેડફતા જોઈએ ત્યારે હૃદયમાં
આર્ત-રૌદ્રધ્યાન થયા વિના રહેતું નથી. જીવ કકડી ઉઠે બોલે...
“પરમાત્માના શાસનની આવી હાલત?”
લોકો જયાં ત્યાં અથડાય છે, અરે સાધુ-સાધ્વીજી ભગવંતોમાં પણ મોટો વર્ગ આ વાતથી દૂર નથી. તેમને બચાવવાની તેમને સન્માર્ગે જ રાખવાની અને તેમનામાંથી સમક્તિ નજ જાય તેવી ભાવનાના અંતે એક
સફળ પ્રયાસ એટલેજ આ પ્રસ્તુત પુસ્તક
મનાં સંસાર સાર'.....
૨૦૮
મન્ત્ર સંસાર સાર...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org