________________
પ્રભુની પૂજા સફેદ પુષ્પોથી કરવી અને ૐ હ્રીં અહં શ્રી સુવિધિનાથ સેવકાય શ્રી શુક્રાય નમઃ મંત્રનો દરરોજ ૧૦૮ વાર સફેદ રંગની માળા ઉપર જાપ કરવો, તેનાથી આર્થિક તંગી દૂર થાય, ધારેલા કાર્યોમાં સફળતા મળે અને ઉત્સાહમાં વૃદ્ધિ થાય.
ઃ
શનિ : જયા૨ે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી મુનિસુવ્રત સ્વામીજીની પૂજા લીલા રંગના ફૂલોથી ભાવપૂર્વક કરવી અને ૐ હ્રીં અહં શ્રી મુનિસુવ્રતસ્વામિ સેવકાય શ્રી શનેશ્વરાય નમઃ નો ૧૦૮ જાપ કાળા રંગની માળા ઉપર કરવાથી દ્રવ્યહાનિ, કલેશ, અશાંતિ, બિમારી, કલહ, દુઃખ આદિ દૂર થાય છે. માનસિક દબાણ ઘટે અને ઉત્સાહની અભિવૃદ્ધિ થાય છે.
રાહુ : જયારે પીડાકારક ગણાય ત્યારે પ૨મતારક શ્રી નેમિનાથ પ્રભુજીની પૂજા લીલા રંગના પુષ્પોથી કરવી અને ૐ હ્રીં અહં શ્રી નેમિનાથ સેવકાય શ્રી રાહવે નમઃ મંત્રનો જાપ કાળા રંગની માળા ઉપર કરવાથી શાંતિનો અનુભવ થાય છે.
કેતુ : જયા૨ે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ પ્રભુજીની પૂજા લીલા રંગના ફૂલોથી કરવી અને હ્રીઁ અહં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સેવકાય શ્રી કેતવે નમઃ નો જાપ કાળા રંગની માળા ઉપર કરવાથી મરણાન્ત કષ્ટ દૂર થાય છે અને સમાધિની પ્રાપ્તિ થાય છે.
૧૭૨
Jain Education International
॥ ઈતિ શ્રી નવગ્રહ કલ્પ ||
For Personal & Private Use Only
મન્ત્ર સંસાર સારું...
www.jainelibrary.org