________________
ગંડ અને શૂલયોગનાં સમાપ્તિકાલનું નક્ષત્ર વર્જ્ય છે. આ પાતદોષ બંગાલ, ક્લીંગ, રાજસ્થાન બંગદેશે વર્ય છે. પાતનું દુષીત નક્ષત્ર પાદ વર્જવું.
લત્તાદોષ સૂર્યાદિ ગ્રહો, જે નક્ષત્રમાં હોય તેનાથી અનુક્રમે અભિજિત ન ગણતાં સૂર્યથી ૧૨મું, ચંદ્રથી ૭મું, મંગળથી ૩જું, બુધથી રમું, ગુરુથી ૬ઠ્ઠ, શુક્રથી ર૪મું, શનિથી ૮મું અને રાહુ હંમેશા વક્રી હોવાથી પાછળના નવમા નક્ષત્રને લાત મારે છે. માલવ દેશમાં લત્તાદોષ. કુરુક્ષેત્ર અને બંગાળ દેશમાં પાતદોષ, કાશ્મીરમાં એકાર્ગલદોષ અને સર્વ દેશોમાં વેધદોષ વિર્ય છે.
(૧) તિથિ-નક્ષત્ર અને વાર (૨) તિથિ-નક્ષત્ર (૩) વાર-નક્ષત્ર (૪) તિથિ-વાર - આ પ્રમાણે થતા દુષ્ટ યોગોનું ફળ, પૂર્વ દિશામાં હુણ પ્રદેશ અને બંગ-બંગાળ અને ઉત્તર બાજુના ખશ પ્રદેશમાં વિર્ય છે, અન્ય પ્રદેશમાં નિષેધ નથી.
સૂર્યના ઈષ્ટ સમયની કુંડળીમાં સૂર્ય, ચંદ્ર બળવાન હોય તો એકાર્ગલ, ઉપગ્રહ, પાત, લત્તા, જામિત્ર, કર્તરી વિગેરે દોષનો નાશ થાય છે.
શુભ યોગ : મધ્યાન્હ પછી અશુભયોગો શુભફળ આપે છે.
શુભાશુભયોગ ઃ એક જ રીતના યોગથી બનતા શુભાશુભ યોગો પરત્વે વિદ્વાનોએ તુલનાત્મક ગુણ-દોષનો નિર્ણય કરવો. શુભ કાર્યોમાં શુભ યોગો જોવા, જ્યારે અશુભ કાર્યોમાં અશુભ યોગો જોવાય છે.
અશુભ શકુનો શુભ બને છે. રાજયભય હોતાં, નદી પાર કરતાં પ્રથમ ગ્રામ પ્રવેશમાં, યુદ્ધમાં, જુગારમાં, ગયેલી વસ્તુને મેળવવામાં અને વ્યાધિની દવા કરવા જતાં અશુભ શુકનો પણ શુભ બને છે.
શુભ શુકન : પનીહારી, સૌ. સ્ત્રી, કાળાં આભૂષણ (સિવાયના વસ્ત્ર) વાદ્યનો અવાજ, શંખ, રાજા, ઘોડો, હાથી, ગાય, સફેદ પુષ્પ, પારણું, દીપક, શ્વેત બળદ, અગ્નિ, સુગંધી પદાર્થો, કુમારી કન્યા, છત્ર, માછલી, વેશ્યા, રથ, માંસ, જ્યોતિષી, મિત્ર, હરણ, વાજીંત્ર, શબ, દહીં, દૂધ, મનપસંદ વસ્તુ, છાણનો ટોપલો વગેરે જમણી બાજુ મળે તે શુભ છે.
| ઈતિ શ્રી શુભયોગ પ્રકરણમ્ II
મન્ત્ર સંસાર સાર..
૧૭૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org