________________
બે બોલ... પ.પૂ. અકબર પ્રતિબોધક આ.ભ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટપ્રભાવક શિષ્યરત્ન ઉપા. ભાનુચન્દ્રવિજયજી મહારાજ સાહેબ ગુરુ આજ્ઞા પ્રમાણે છ માસ દિલ્હીમાં અકબર બાદશાહ પાસે રહીને તેને પ્રતિદિન આ “સૂર્યસહસ્ત્રનામસ્તોત્ર'નો પાઠ કરાવતા હતા.
રાવણ ઉપર વિજય મેળવવા માટે “આદિત્યહૃદયસ્તોત્ર'ની રચના કરીને અગમ્ય ઋષિએ રામચંદ્રજીના પ્રભાવમાં વધારો કર્યો હતો. મહાકવિ મયૂર ભટ્ટનું “સૂર્યસશતક' સ્તોત્ર અતિપ્રભાવક છે એવા ઉલ્લેખો મળે છે. છઠ્ઠા તીર્થકર ભગવાન શ્રી પડાપ્રભસ્વામીના અધિષ્ઠાયક કુસુમદેવ અને અયુતાદેવી સાધકને સહાય કરે છે.
* દરિદ્રતાનાશક સૂર્યમંત્ર * | ૐ હ્રીં વૃણિ સૂર્ય આદિત્ય હ્રીં ૐ ||
આ મંત્રના દશ હજાર મંત્ર જાપ કરવાથી સિદ્ધ થાય છે. આ મંત્રમાં સંતાન આપવાની અભુત ક્ષમતા છે, તે શરીરને કાન્તિમય બનાવે છે અને વચનસિદ્ધિ માટે અપૂર્વ છે. દરેક ગૃહસ્થ દરરોજ એક માળા ગણવી જોઈએ.
રવિવારનું બીજું નામ “અપરાજિતવાર” છે. રવિવારે પૂર્વદિશા સામે સૂર્યોદય સમયે અથવા ૧૨-૧૫ થી ૧૨-૩૯ વિજય મુહૂર્ત સમયે સ્ત્રોત્રપાઠ કરવાથી સાધક અપરાજિત એટલે કે અજેય બને છે.
૬૫૬ ૧ખાનાવાળા વિજયપતાકા મહા યંત્રનું મૂળ “પંદરિયો યંત્ર” છે. સોના, ચાંદી યા તાંબાના પતરા ઉપર કોતરાવીને નિત્ય પૂજન કરવાથી સુખશાંતિ મળે છે.
અને છેલ્લે....સ્ત્રોત્રના રચયિતા પોતે જ છેલ્લા ચાર શ્લોકોમાં સ્તોત્રનું માહાભ્ય બતાવીને તેના પ્રભાવનો નિર્દેશ કરે છે.
મન્ને સંસાર સાર...
૧૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org