________________
અલંકૃત દેવદેવીઓ ઈચ્છિત ક્રીડા કરતાં, ઈચ્છિત ભોગ ભોગવતાં, પૂર્વોપાર્જિત પુણ્યફળ અનુભવતાં વિચરે છે.
જે દેવનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તે દેવ તેટલા પખવાડિયે શ્વાસોચ્છવાસ લે છે. અને તેટલા જ હજાર વર્ષે આહારની ઈચ્છા ઊપજે છે. જેમ કે સર્વાર્થસિદ્ધવાસી દેવોનું ૩૩ સાગરનું આયુષ્ય છે તે ૩૩ પખવાડિયે (૧ી મહિને) શ્વાસોચ્છવાસ લે છે અને ૩૩ હજાર વર્ષે આહાર ગ્રહણ કરે છે. દેવોને કવલ આહાર નથી, પણ રોમ આહાર છે. અર્થાત્ જયારે આહારની ઈચ્છા થાય છે ત્યારે રત્નનાં શુભ પુદ્ગલોને રોમ રોમથી ખેંચીને તૃપ્ત થઈ જાય છે.
મહાશક્તિશાળી આ દેવો, જુદી જુદી જાતની ક્રીડા કરવાવાળા બધી રીતે પ્રકાશમાન, આધિ-વ્યાધિથી દૂર હોવાના કારણે ખુશ રહેનારા પુણ્યકર્મના ભોગવટામાં પ્રસન્ન ચિત્તે આયુષ્ય પૂર્ણ કરનારા દેવો હોય છે. તેઓને કોઈ જાતની ગર્ભવેદના ભોગવવી નથી પડતી. વૃદ્ધાવસ્થાનાં દુઃખો કે મરણ સમયની શારીરિક વેદના પણ નથી હોતી.
મનુષ્ય અવતારમાં અનન્ત તથા અસંખ્યાત જીવોની રક્ષા સંયમ, સરાગ સંયમ, શ્રાવક ધર્મ, બાળપ, અકામ નિર્જરા, દાન, સત્કર્મ વગેરે પુણ્યકર્મોની ઉપાર્જના કરેલી હોવાથી દેવગતિને મેળવનારા ભાગ્યશાળીઓ દેવશય્યા ઉપર ઉત્પન્ન થાય છે.
તેઓના શરીરની સુંદર કાંતિ, દેદીપ્યમાન શારીરિક પ્રભા, સુંદર સ્થાન, કપૂરની ગોટી જેવું શરીર, ભૂખ-પ્યાસ-સંતાપ અને વિયોગની વેદના વિનાનું જીવન, સુંદર-સ્વચ્છ વિમાનો તથા ભવનોમાં સ્વેચ્છા પ્રમાણે રહેવાનું, મનમાન્યાં આભૂષણો, કપડાંઓ તથા શાસ્ત્રોની પ્રાપ્તિમાં મસ્ત થઈને આમોદ-પ્રમોદ કરનારા દેવતાઓને આપણા કરતાં અસંખ્યાત અનન્તગુણ વધારે આયુષ્યકર્મ ભોગવવાનું હોય છે.
નાચ-ગાન-ખેલ-તમાશામાં સમય પસાર કરનારા દેવો પોતાની દેવીઓ સાથે અને દેવીઓ પોતાના દેવો સાથે અમન-ચમન કરનારાં હોય છે. મનુષ્યની, મનુષ્યલોકની ગંધથી સર્વથા દૂર રહેનારા જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો છે.
મનં સંસાર સારં...
८४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org