________________
દેવસ્થાનમાં અસંખ્યાતી દેવોને ઉત્પન્ન થવાની ‘ઉત્પાતશય્યા' છે. તે ઉપર દેવદુષ્ય (વસ્ત્ર) ઢંકાયેલું રહે છે. તેમાં પુણ્યાત્માઓ ઉત્પન્ન થાય છે. ત્યારે તે શય્યા અંગાર પર નાખેલી રોટલીની પેઠે ફૂલે છે. નિકટવર્તી દેવો ઘંટનાદ કરે છે ત્યારે તેના તાબાનાં બધાં વિમાનોમાં ઘંટનાદ થાય છે. આથી દેવ-દેવીઓ ઉત્પાતશય્યા પાસે એકઠા થઈ જાય છે અને જયધ્વનિથી વિમાન ગજાવી મૂકે છે.
અંતર્મુહૂર્તમાં દેવ આહારાદિ પાંચે પર્યાપ્તથી પર્યાપ્ત થઈ તરુણ વયવાળા જેવું શરીર ધારણ કરી તથા દેવદુષ્ય ધારણ કરી બેઠા થાય છે. ત્યારે દેવો પ્રશ્ન કરે છે કે, આપે શાં દાન દીધાં ? શાં પુણ્ય કર્યાં? કે અમારા નાથ થયા ? ત્યારે તે અવધિજ્ઞાનથી પૂર્વજન્મનું અવલોકન કરી કહે છે કે, હું મારા સ્વજન-મિત્રોને જરા સૂચન કરી આવું-એમ કહી તૈયાર થાય છે ત્યારે તે દેવ-દેવીઓ કહે છે કે ત્યાં જઈને આપ અહીંની શી વાત કરશો ? જરા એક મુહૂર્ત માત્ર નાટક તો જોતા જાઓ. ત્યારે નૃત્યકાર અણિકાના દેવ જમણી ભુજાથી ૧૦૮ કુંવરો તથા ડાબી ભુજાથી ૧૦૮ કુમારિકાઓ કાઢીને-૩૨ પ્રકારનું નાટક કરે છે અને ગંધર્વની અણિકાના દેવ ૪૯ જાતિનાં વાજિંત્રોની સાથે ૬ રાગ, ૩૬ રાગણીના મધુર સ્વરથી આલાપ કરે છે. તેમાં તો અહીંનાં બે હજાર વર્ષ વીતી જાય છે. તે દેવ ત્યાંનાં સુખમાં લુબ્ધ થઈ પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળો ભોગવવામાં તલ્લીન થઈ જાય છે.
આયુષ્યકાળ પૂર્ણ થતાં દેવોનો દેહ કપૂરની જેમ વિલીન થઈ જાય છે, વીખરાઈ જાય છે. એક દેવ કે દેવીનું ચ્યવન થતાં તે જ પુષ્પશય્યામાં બીજા દેવ કે દેવીનો દેહ ઉત્પન્ન થાય છે, જન્મ પામે છે. તે પ્રમાણે દેવોની પરંપરા ચાલુ રહે છે. જ્યોતિષી દેવો આયુષ્યક્ષય થવાથી ચ્યવન પામે છે પણ તેમનાં રહેવાનાં સ્થાનો જેને વિમાનો કહેવામાં આવે છે તે શાશ્વતાં હોય છે.
જેમ મનુષ્યમાં ચંડાલ આદિ નીચ જાતિના મનુષ્ય હોય છે તેમ દેવોમાં કુરૂપ, અશુભ ક્રિયા કરનારા મિથ્યાત્વી અને અજ્ઞાની ‘કિલ્વિષી’ નામે દેવો ત્રણ પ્રકારના હોય છે. પહેલા-બીજા દેવલોકમાં ૩ પલ્યોપમના આયુષ્યવાળા, ચોથામાં ૩ સાગરના આયુષ્યવાળા અને છઠ્ઠા દેવલોકમાં
મન્ત્ર સંસાર સારું...
Jain Education International
For Personal & Private Use Only
૭૯
www.jainelibrary.org