________________
વિમાન છે. તેમાં વહી દેવ રહે છે. (૪) દક્ષિણ દિશામાં પ્રભંકર વિમાન છે, જેમાં વરુણદેવ રહે છે. આ બંને દેવોનો પરિવાર ૧૪000 છે. (૫) નૈૐત્ય કોણમાં - મૈત્ય દિશામાં ચંદ્રાભ દેવવિમાન છે. તેમાં ગરદત્તાયદેવ રહે છે. (૬) પશ્ચિમ દિશામાં સૂર્યાભ વિમાન છે, તેમાં તુષિત દેવ રહે છે. એ બંનેનો ૭000 દેવોનો પરિવાર છે. (૭) વાયવ્ય દિશામાં શક્રાભ વિમાન છે. તેમાં અવ્યાબાંધ દેવ રહે છે. (૮) ઉત્તર દિશામાં સુપ્રતિષ્ઠ વિમાન છે. તેમાં અગ્નિદેવ રહે છે. (૯) સર્વની મધ્યમાં રિષ્ટાભ વિમાન છે. તેમાં અરિષ્ટ દેવ રહે છે. આ ત્રણેનો ૯૦૦ દેવોનો પરિવાર છે. છઠ્ઠો દેવલોક - આ દેવલોકનું નામ લાંતક દેવલોક છે. તેમાં ૫ પ્રતર છે. તેમાં ૭૦૦ યોજન ઊંચાં, ૨૫00 યોજન ભૂમિતલવાળાં ૫૦ હજાર વિમાન છે. પાંચમા દેવલોકના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૪ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ છે. લાંતક દેવલોકમાં ૫૦ હજાર જિનપ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ આવેલાં છે. સાતમો દેવલોક - છઠ્ઠા દેવલોકથી ૧/૪ રાજ ઉપર સવાસાત ગણરજુ વિસ્તારમાં મહાશુક્ર નામનો સાતમો દેવલોક છે; જેમાં ચાર પ્રતર છે. ૮૦૦ યોજન ઊંચાં અને ૨૪૦૦ યોજના ભૂમિતલવાળાં ૪ લાખ વિમાન છે. અહીંના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૪ સાગરોપમનું છે. સાતમા દેવલોકમાં ૪૦ હજાર શાશ્વતા જિનપ્રાસાદ છે અને દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનબિંબ છે. તેઓનું દેહમાન ચાર હાથ છે. આઠમો દેવલોક - સાતમા દેવલોકથી ૧/૪ રાજ ઉપર સવાસાત ગણરજુ વિસ્તારમાં સહસ્ત્રાર નામનો આઠમો દેવલોક આવેલો છે. તેના ઈન્દ્ર સહસ્ત્રારેન્દ્ર છે. તેમાં ૪ પ્રતર છે. ૮૦૦ યોજન ઊંચા અને ૨૪૦૦યોજન ભૂમિતલવાળાં ૬ હજાર વિમાન આવેલાં છે. દેહમાન ૪ હાથ છે. સહસ્ત્રાર દેવલોકમાં શાશ્વતા ૬ હજાર
જિનપ્રાસાદો આવેલા છે. દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનપ્રતિમા છે. મન્ત્ર સંસાર સાર....
૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org