________________
છે. તેથી ઉપરના દેવલોકમાં હોતી નથી. ઈશાન દેવલોકમાં ૨૮ લાખ જિનપ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ આવેલાં છે. સનત્કુમાર દેવલોક :- સનતકુમાર દેવલોકનું ઈન્દ્રનું નામ સનતકુમાર ઈન્દ્ર છે, જેમાં બાર પ્રતર છે, ૬00 યોજન ઊંચા અને ૨૬૦૦ યોજન ભૂમિતલવાળો અને ૧૨ લાખ વિમાનો આવેલાં છે. ૬ હાથનું દેહમાન, શરીરનો વર્ણ કમળ-કેશર જેવો છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમનું છે અને જઘન્ય આયુષ્ય ૨ સાગરોપમનું હોય છે. વિમાનનો વર્ણ લાલ-પીળા-લીલા-વાદળી રંગનો હોય છે. સનતકુમાર દેવલોકમાં ૧૨ લાખ પ્રાસાદ અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ છે. મહેન્દ્ર દેવલોક - મહેન્દ્રદેવલોકમાં ૧૨ પ્રતર છે. ૬૦૦યોજન ઊંચાઈવાળાં આ વિમાન છે. વિમાનનો આધાર ઘનવાત છે. ઈન્દ્રનું નામ મહેન્દ્ર છે. ૬ હાથનું દેહમાન છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમ, જઘન્ય આયુષ્યર સાગરોપમથી વધુ હોય છે. વિમાનનો વર્ણ લાલપીળા-લીલા-વાદળી રંગનો છે. મહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ પ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનબિંબ છે. બ્રહ્મલોક દેવલોક - બ્રહ્મલોક દેવલોકમાં ૬ પ્રતર છે. તેમાં ૭૦૦ યોજન ઊંચાં અને રપ૦૦ યોજન ભૂમિતલવાળાં ૪ લાખ વિમાન છે. અહીંના દેવોનું આયુષ્ય ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૭ સાગરોપમ છે. દક્ષિણ દિશામાં ત્રસનાલની અંદર ૯ કૃષ્ણરાજો છે. તેમાં ૪ દિશાએ ચાર અને ૪ વિદિશાએ ૪ અને મધ્યમાં એક એમ ૯ વિમાન છે. તેમાં લોકાંતિક જાતિના દેવો છે. પાંચમા દેવલોકના ત્રીજા અરિષ્ટ નામે પ્રતરની પાસે (૧) ઈશાન કોણમાં અર્શી વિમાન છે. તેમાં સારસ્વત દેવ રહે છે. (૨) પૂર્વમાં અર્ચોમાલી વિમાન છે. તેમાં આદિત્ય દેવ રહે છે. તે બંને દેવોને ૭૦૦દેવોનો પરિવાર છે. (૩) અગ્નિ દિશામાં વૈરોચન
મનં સંસાર સારં...
(પ).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org