________________
ચંદ્ર અને ૧૩ર સૂર્યનાં વિમાનો આવેલાં છે.
દરેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કોટાકોટી તારા છે. પ્રત્યેક જયોતિષીના માલિકને ચાર અગ્રમહિષી ઈન્દ્રાણી છે. પ્રત્યેક અગ્રમહિષીને ચાર-ચાર હજાર દેવીઓના પરિવાર છે. ચાર હજાર સામાનિક દેવ છે, સોળ હજાર આત્મરક્ષક દેવ છે. સૂર્યના વિમાનથી ૮૦ યોજન ઉપર ચંદ્રનું વિમાન આવેલું છે. (૧) ચંદ્ર - ચંદ્રના વિમાનની લંબાઈ-પહોળાઈ પ૬/૬૧ યોજન છે.
૧૬૦૦૦ દેવો વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોયમ અને એક લાખ વરસ જઘન્ય આયુષ્ય-૧/૪
પલ્ય. દેવીઓનું આયુષ્ય અડધા ભાગે હોય છે. (૨) સૂર્ય - તારામંડળના ૧૦ યોજન ઊંચે સૂર્યનું વિમાન આવેલું છે.
સૂર્યના વિમાનનો વિસ્તાર ૪૮/૬૧ યોજન છે. ૧૬૦૦૦ દેવો આ વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ અને એક હજાર વર્ષ જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્ય. દેવીઓનું
આયુષ્ય અડધા ભાગે હોય છે. ' (૩) તારાઓનાં વિમાનો:- ૭૯૦ યોજન ઊંચાઈએ તારાઓનાં વિમાનો
આવેલાં છે. તારાનાં વિમાન oો ગાઉ લાંબાં હોય છે; ૨000 દેવો વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય
Oા પલ્યોપમ, જઘન્ય આયુષ્ય ૧/૮ પલ્ય. (૪) નક્ષત્ર-ચંદ્ર વિમાનથી ૪ યોજન ઉપર નક્ષત્રનાં વિમાન આવેલાં
છે. તેમના વિમાન પંચરત્નમય છે. તે એક-એક ગાઉના લાંબાપહોળા અને અડધા ગાઉના ઊંચાં છે. નક્ષત્ર વિમાનવાસી દેવોનું જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય અડધો
પલ્યોપમ છે. નક્ષત્રના વિમાનને ૪૦૦૦ દેવતાઓ ઉપાડે છે. (૫) ગ્રહ નક્ષત્ર માળની ઉપર ૪ યોજન ઊંચે ગ્રહોનાં વિમાન આવેલાં
છે. ગ્રહોનાં વિમાન પાંચે વર્ણના રત્નમય છે. ગ્રહોનાં વિમાન બબ્બે કોશના લાંબાં-પહોળાં અને એક કોશના ઊંચાં છે. ગ્રહોના વિમાનને 2000 દેવો ઉપાડે છે.
મનં સંસાર સારં...
७४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org