SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્ર અને ૧૩ર સૂર્યનાં વિમાનો આવેલાં છે. દરેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કોટાકોટી તારા છે. પ્રત્યેક જયોતિષીના માલિકને ચાર અગ્રમહિષી ઈન્દ્રાણી છે. પ્રત્યેક અગ્રમહિષીને ચાર-ચાર હજાર દેવીઓના પરિવાર છે. ચાર હજાર સામાનિક દેવ છે, સોળ હજાર આત્મરક્ષક દેવ છે. સૂર્યના વિમાનથી ૮૦ યોજન ઉપર ચંદ્રનું વિમાન આવેલું છે. (૧) ચંદ્ર - ચંદ્રના વિમાનની લંબાઈ-પહોળાઈ પ૬/૬૧ યોજન છે. ૧૬૦૦૦ દેવો વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોયમ અને એક લાખ વરસ જઘન્ય આયુષ્ય-૧/૪ પલ્ય. દેવીઓનું આયુષ્ય અડધા ભાગે હોય છે. (૨) સૂર્ય - તારામંડળના ૧૦ યોજન ઊંચે સૂર્યનું વિમાન આવેલું છે. સૂર્યના વિમાનનો વિસ્તાર ૪૮/૬૧ યોજન છે. ૧૬૦૦૦ દેવો આ વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ અને એક હજાર વર્ષ જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્ય. દેવીઓનું આયુષ્ય અડધા ભાગે હોય છે. ' (૩) તારાઓનાં વિમાનો:- ૭૯૦ યોજન ઊંચાઈએ તારાઓનાં વિમાનો આવેલાં છે. તારાનાં વિમાન oો ગાઉ લાંબાં હોય છે; ૨000 દેવો વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય Oા પલ્યોપમ, જઘન્ય આયુષ્ય ૧/૮ પલ્ય. (૪) નક્ષત્ર-ચંદ્ર વિમાનથી ૪ યોજન ઉપર નક્ષત્રનાં વિમાન આવેલાં છે. તેમના વિમાન પંચરત્નમય છે. તે એક-એક ગાઉના લાંબાપહોળા અને અડધા ગાઉના ઊંચાં છે. નક્ષત્ર વિમાનવાસી દેવોનું જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય અડધો પલ્યોપમ છે. નક્ષત્રના વિમાનને ૪૦૦૦ દેવતાઓ ઉપાડે છે. (૫) ગ્રહ નક્ષત્ર માળની ઉપર ૪ યોજન ઊંચે ગ્રહોનાં વિમાન આવેલાં છે. ગ્રહોનાં વિમાન પાંચે વર્ણના રત્નમય છે. ગ્રહોનાં વિમાન બબ્બે કોશના લાંબાં-પહોળાં અને એક કોશના ઊંચાં છે. ગ્રહોના વિમાનને 2000 દેવો ઉપાડે છે. મનં સંસાર સારં... ७४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy