________________
બુધનું વિમાન લીલા રત્નમય છે. બૃહસ્પતિનું વિમાન પીળા રત્નનું છે. શુક્રનું વિમાન સ્ફટિક રત્નમય છે. મંગળનું વિમાન રક્ત રત્નમય છે અને શનિનું વિમાન જંબુનંદ રત્નમય છે. ગ્રહોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ પલ્યોપમ અને જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્ય છે. આ કારણથી આપણે તેને તે ગ્રહના નંગો ધારણ કરવાના હોય છે.
જ્યોતિષી દેવલોકનાં દરેક વિમાનો ઉત્તમ રત્નોથી ચમકતાં હોય છે. અને પ્રકાશને આપનારાં હોય છે. જ્યોતિષીદેવલોકના ઈન્દ્ર સૂર્ય અને ચંદ્ર છે.
સૂર્યના વિમાનથી એક યોજન નીચે કેતુનું વિમાન છે અને ચંદ્રના વિમાનથી એક યોજન નીચે રાહુનું વિમાન છે.
વૈમાનિક દેવલોક :- શનિના ગ્રહના વિમાનની ધજાથી દોઢ રાજ ઉપર વિસ્તારમાં ગણોદધિના અને સાડી-ઓગણીશ ગણરજ્જુ જેટલા આધાર પર જંબૂદ્વીપના મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં પ્રથમ સુધર્મદેવલોક અને ઉત્તર દિશામાં બીજો ઈશાન દેવલોક આવેલો છે.
આ બંને દેવલોકમાં ૧૩-૧૩ પ્રતર છે. જેમ મકાનમાં મજલા (માળ) હોય તેમ દેવલોકમાં પ્રતર હોય છે. જેમ માળની અંદર ઓરડા હોય છે તેમ દેવલોકમાં વિમાન હોય છે. (૧) સુધર્મ દેવલોક :- પહેલા દેવલોકનું નામ સુધર્મ દેવલોક છે,
જેના ઈન્દ્રનું નામ શક્રેન્દ્ર છે આઠ અગ્રમહિષી છે. દેહમાન ૭ હાથ, શરીર વર્ણ રકત-સુવર્ણ, મુગુટ-ચિહ્ન મૃગ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરોપમ, જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ છે. વિમાનનો વર્ણ પંચવર્ણ રત્નોનો છે. વિમાનની ઊંચાઈ ૫00 યોજન છે. ૨૭યોજનના ભોંયતળિયાવાળાં ૩ર લાખ વિમાનો આવેલાં છે. સૌધર્મ દેવલોકમાં શાશ્વતા ૩ર લાખ જિનપ્રાસાદ છે. પાંચ સભા સહિત દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ છે. ઈશાન દેવલોક :- જેમાં ૧૩ પ્રતર છે. ૨૮ લાખ વિમાન છે, જેના ઈન્દ્રનું નામ ઈશાન ઈન્દ્ર છે. ૭ હાથનું દેહમાન છે. રક્તસુવર્ણ વર્ણ છે. મુગુટ પર પાડાનું ચિત્ર છે. વિમાનનો વર્ણ પંચવર્ણી
છે. આઠ અગ્રમહિષી છે. દેવીઓ બીજા દેવલોક સુધી જ હોય મનં સંસાર સારં...
૭૫ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org