________________
જૈન આગમોમાં છે, જેમાંથી આ માહિતી આપેલ છે. - જયોતિષી દેવલોક - જયોતિષ્ક દેવોના ચર અને સ્થિર પ્રકાર છે. (૧) ચર જયોતિષી દેવો (૨) સ્થિર જયોતિષી દેવો : આ દેવોના દેવાવાસોને દેવવિમાનો કહે છે. (૧) ચર જ્યોતિષી દેવો -ચર જ્યોતિષી દેવો અવિરત રીતે પરિભ્રમણ
કરતાં જયોતિષ વિમાનોમાં વસતા દેવો છે. ચર જ્યોતિષી વિમાનોનું પરિભ્રમણ અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રની મર્યાદાવાળા ઊર્ધ્વ આકાશક્ષેત્રમાં હોય છે. તે વિમાનો સદાકાળ લોકસ્વભાવે જ ફરતા રહેતા હોવાથી
ચર કહેવાય છે. (૨) સ્થિર જ્યોતિષી દેવો :- આ દેવોનાં વિમાનો જ્યાં હોય છે ત્યાં
જ રહે છે. જેને પરિભ્રમણ કરવાનું હોતું નથી તે સ્થિર જ્યોતિષના દેવાના વિમાનો અઢી દ્વીપ સિવાયના તિથ્યલોકના સર્વ દ્વીપો અને સમુદ્રોના ઊર્ધ્વ આકાશમાં સમભૂતલથી ૯૦૦ યોજન સુધીની ઊંચાઈમાં હોય છે.
ચર અને સ્થિર બંને જ્યોતિષીદેવોના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકાર છે. જ્યોતિષી દેવલોકના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્ય છે. જ્યોતિષી દેવોના ઉત્પત્તિસ્થાન માટે નિયત ઉત્પત્તિ પુષ્પશધ્યાઓ હોય છે.
મેરુ પર્વતની સમભૂતલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઊંચાઈ સુધીના આકાશક્ષેત્રમાં ચર જ્યોતિષી દેવોનાં વિમાનો રહેલાં છે.
તારાઓનાં વિમાનો ૭૯૦યોજન, સૂર્યવિમાન ૮૦૦ યોજન, ચંદ્ર વિમાન ૮૮૦યોજને, નક્ષત્રોનાં વિમાનો ૮૮૪યોજન અને ગ્રહોનાં વિમાનો ૮૮૮ થી ૯૦૦ યોજને સમભૂતલ પૃથ્વીથી ઊંચા ઊર્ધ્વ આકાશક્ષેત્રમાં રહેલાં છે. તે દરેકના ભ્રમણમાર્ગ શાસ્ત્રોમાં ચોક્કસ રીતે દર્શાવેલા છે.
ઊર્ધ્વલોકમાં વસનારા દેવોના આવાસોને વિમાનો કહેવામાં આવે છે અને અધોલોકમાં વસનારા દેવોના આવાસોને ભવનો કહે છે.
જંબૂદ્વીપમાં ૨ ચંદ્ર-૨ સૂર્ય, લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર, ૪ સૂર્ય, ધાતકી ખંડમાં ૧૨ ચંદ્ર-૧૨ સૂર્ય, કાલોદધી સમુદ્રમાં ૪૨ ચંદ્ર-૪૨ સૂર્ય અને પુષ્પરાવર્તદ્વીપમા. ૭ર ચંદ્ર-૭ર સૂર્ય. આમ અઢી દ્વીપની અંદર ૧૩ર મનં સંસાર સાર...
૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org