________________
ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરૂ કુરૂ સ્વાહા.
દેવલોક
દેવોની દુનિયા અલૌકિક છે. દેવો મહાશક્તિના સ્વામી છે. દેવો વૈક્રિય શરીર ધારણ કરનારા છે. એકસાથે અનેક રૂપો સર્જનારા છે. દેવો અવધિજ્ઞાનના સ્વામી છે. જયાં કેવળ આનંદ, સુખ અને મોજમસ્તી છે, એવી દેવોની દુનિયા કંઈક અનેરી છે.
ઊર્ધ્વલોકમાં જયોતિષી દેવલોકના દેવો અને વૈમાનિક દેવલોકના દેવો છે જે પરમ તારક પરમાત્માના પરમ ભક્ત છે અને પરમાત્માનો દિવ્ય મહિમાગાન કરનારા છે. જે દેવોના વિમાનમાં શાશ્વતા જૈન ચૈત્યો અને જિન-પ્રતિમાઓ આવેલી છે એવા દેવોનાં ચરણોમાં કોટી કોટી વંદના કરી આ લેખની શરૂઆત કરું છું.
જૈન શાસ્ત્રની દૃષ્ટિએ દેવોના ચાર પ્રકાર મુખ્ય છે ઃ (૧) ભવનપતિ (૨) વ્યંતર (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક.
ઈન્દ્ર, ઈન્દ્રાણી, દેવ તથા દેવીના પર્યાયવાચી શબ્દો તથા સર્વસામાન્ય વિવેચન તો બધાં દર્શનોનાં શાસ્ત્રોમાં-કાવ્યોમાં જાણવા મળે છે, પણ બધી રીતે વ્યવસ્થિત દેવલોકનું તથા તેમાં વસનારા દેવોનું, ઈન્દ્રોનું, તેમની રાજધાનીઓનું, ઋદ્ધિ, સમૃદ્ધિ, રૂપ-રંગ, શરીર તેમ જ વિમાનોનું વર્ણન જેટલું જૈનાગમોમાં અને પ્રકરણસૂત્રોમાં જોવા મળે છે તેવું બીજે કયાંય પણ જોવા મળતું નથી.
દેવો અને ઈન્દ્રો પણ સંસારી જીવો છે. તેમને પણ પુણ્ય-પાપ, સુખ-દુઃખ, સંયોગ-વિયોગના અનુભવો થાય છે. દેવો જન્મે છે, અવે છે અને સંસારનાં સુખોને ભોગવે છે. ખાય છે, પીએ છે અને મોજમસ્તી માણે છે. હરે છે, ફરે છે અને જુદી જુદી ક્રીડાઓ કરે છે. મૃત્યુ પાસે આવતાં આક્રન્દ કરે છે તથા દુઃખી પણ થાય છે. વિષયવાસનામાં તથા વૈરાગ્યરસમાં મસ્ત રહે છે. મનુષ્યલોકમાં જેમ રાજા, પ્રધાનમંત્રી, કોટવાલ, ફોજદાર, સેનાપતિ તથા સૈનિકો અને નગરશેઠો હોય છે, તેવી રીતે દેવલોકમાં પણ હોય છે. આ વાતોનું ખૂબ લંબાણથી સ્પષ્ટીકરણ
૭૨
મન્ત્ર સંસાર સારું...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org