________________
4 વિક્રમની ૧૫મી સદીમાં આ.જયતિલકસૂરિજી મ.સા. ને શત્રુંજય તીર્થના રક્ષક કપર્દીયક્ષ પ્રત્યક્ષ થયા હતા.
પાંચમી સદીમાં આ.નરસિંહસૂરિજી મ.સા. એ નરસિંહપુરમાં સર્વભક્ષી યક્ષને પ્રતિબોધ આપી માંસભક્ષણ બંધ કરાવ્યો હતો. તથા નવરાત્રીમાં બલીમાં અપાતા પાડાનો ભોગ બંધ કરાવ્યો હતો. ૐ આ.ભ. દેવસૂરીશ્વરજી મહારાજાને ૧૮-૧૮ યક્ષેન્દ્રો સહાય કરતા હતા. જગત શેઠે અઠ્ઠમ તપ કરી દૈવી સહાયપૂર્વક સમ્મેતશિખરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
# આ.આનંદવિમલસૂરિજી મ.સા. ના જન્મ સમયે જન્મ સ્થળે દેવોએ મોતીનો સાથીયો રચ્યો હતો.
આ.હીરસૂરિજી મહારાજાને પણ દેવી સહાયના ઉલ્લેખો છે. 4 આ.ભ.મેરૂતુંગસૂરિજી મહારાજાએ જીરાવલ્લા પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવોની સહાયપૂર્વક જીરાવલ્લા પાર્શ્વનાથ સ્તોત્રની રચના કરેલી. જે આજે પણ જયવંતો છે.
મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાને પણ સરસ્વતી દેવીની સહાય હતી. આઠ પ્રભાવકોમાં મંત્ર-તંત્ર જાણનારને પણ પ્રભાવક કહેવાયા છે. Ø યતિઓએ ૨૦૦-૨૦૦ વર્ષ સુધી મંત્ર પ્રભાવેજ જૈનશાસન ટકાવ્યું હતું. ઉપાધ્યાય સકલચંદ્રજી મહારાજા-ગણિ વિમલચંદ્ર વિજ્યજીએ ઘંટાકર્ણ સ્તોત્ર રચ્યું છે આ સ્તોત્ર પ્રતિષ્ઠા કલ્પમાં જોવા મળે છે.
- પૂ.પાર્શ્વચંદ્રસૂરિજી મ. જેનાથી પાયચંદગચ્છ અત્યારે કહેવાય છે તેમને બુટકભૈરવદેવની ખુબજ સહાય હતી તેથીજ તેમણે ગોબર ને ખીર બનાવી વગેરે ઘણા ચમત્કારો કરેલા હતા.
4 યોગીરાજ આ. શાન્તિસૂરિજી મહારાજાએ ઘણીજ સાધનાઓ કરી હતી અને અનેક સિદ્ધીઓ પણ પ્રાપ્ત થઈ હતી.
Z યોગનિષ્ઠ અલગારી અવધૂત આ.બુધ્ધિસાગરસૂરિજી મહારાજાને પણ ઘંટાકર્ણવીર પ્રત્યક્ષ હોવા ઉપરાંત સહાય કરતા હતા તે વાત જગ જાહેર છે.
મન્ત્ર સંસાર સારું...
Jain Education International
II ઈતિ શ્રી દૈવી સહાય પ્રકરણમ્ ॥
For Personal & Private Use Only
૭૧
www.jainelibrary.org