________________
૮ વર્ષે દિક્ષા - ૧૧ વર્ષે પ્રર્વતિની પદ પામ્યા. સા.સમયશ્રીજી માટે પણ આવી વાત જાણવા મળે છે તેમને દેવી સહાયથી ૩૨૦૦ ઉપરાંત શિષ્યાઓ હતી.
4 આ.અભયદેવસૂરિજી મહારાજાને દેવીની ખુબજ સહાય હતી તે કારણે તેમણે સરસ્વતી સહાયપૂર્વક નવાંગી ટીકાઓ રચેલી હતી. અને દેવી સહાયપૂર્વક અંતરિક્ષ તથા સ્તંભન પાર્શ્વનાથ ને પ્રગટ કર્યા હતા. 4 આ.ભ.માનદેવસૂરિજી મહારાજાએ લઘુશાંતિની રચના શ્રીસંઘના ઉપદ્રવના નાશ માટે કરેલી હતી.
4 આ.ભદ્રબાહુસ્વામીએ વ્યંતર થયેલા વરાહમિહીરના ઉપદ્રવને શમાવવા ઉવસ્સગહરં સ્તોત્રની રચના કરી તથા પૂર્વે ૨ વધુ ગાથા=૭ ગાથા હતી જેથી શાસનદેવી પ્રત્યક્ષ થતા પરંતુ દુરૂપયોગ ટાળવા પૂર્વાચાર્યોએ તે-તે ગાથાઓ સંક્ષેપી દીધી હતી.
# આ.સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજાએ કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી શિવલીંગમાંથી પાર્શ્વપ્રભુને પ્રગટ કર્યા હતા.
ૐ આ.માનતુંગસૂરિજી મહારાજાએ ભક્તામર સ્તોત્રની રચના કરી ૪૪ બંધનો તોડયા હતા આજે પણ આ સ્તોત્રના પઠનથી તાત્કાલીક લાભ મળેજ છે. ૮ ચોથા દાદાગુરૂદેવ આ. જિનચન્દ્રસૂરિજી મહારાજાએ અમાસના દિવસે પુનમ સ્થાપવાનો રેકોર્ડ કર્યો હતો.
Z શેરીસા તીર્થ મૂલનાયકની પ્રતિમાજી આ.દેવેન્દ્રસૂરિજી મ.સા.એ ધરણેન્દ્ર-પદ્માવતીની સહાયથી એકજ રાતમાં તૈયાર કરાવ્યા. » ચિત્તોડમાં આ.સિદ્ધસેનસૂરિજી મ. ના સમયે ચૌદ પૂર્વના અનેક ગ્રંથો થાંભલામાં સુરક્ષીત હતા. તે થાંભલો લેપથી સુરક્ષીત હતો. આ લેપ એવો હતો કે ગ્રંથો જળ, વાયુ, અગ્નિ આદિના ભયંકર ઉપસર્ગોથી સુરક્ષીત રહે. આ.શ્રી એ આ લેપને સુંઘી પ્રતિસ્પર્ધી લેપથી થાંભલો ખોલ્યો હતો. આ.ઉદ્યોતનસૂરિજી મ. ને ટેલિ નામના એક ગામમાં સર્વાનુભૂતિ નામે યક્ષ પ્રત્યક્ષ થયો અને સર્વોત્તમ મૂર્હત જણાવી તેમના શિષ્યોની આચાર્ય પદવી કરાવી.
૭૦
Jain Education International
For Personal & Private Use Only
મન્ત્ર સંસાર સારું...
www.jainelibrary.org