________________
(૧૩ સાગરના આયુષ્યવાળા કિલ્પિષી હોય છે. તેઓ અનુક્રમે ત્રણ પલિયા, ત્રણ સાગરિયા અને તેર સાગરિયા કહેવાય છે. દેવગુરુ-ધર્મની નિંદા કરનાર અને તપ-સંયમની ચોરી કરનારા મરીને કિલ્પિષી દેવ થાય છે.
પૃથ્વીલોક ઉપર રાજાઓને ઉમરાવ હોય છે તેમ ૬૪ ઈન્દ્રોને સામાનિક દેવ હોય છે, જે ઈન્દ્રની સમાન શક્તિશાળી હોય છે. અંગરક્ષક સમાન આત્મરક્ષક દેવ હોય છે. સલાહકાર મંત્રીની પેઠે અત્યંતર પરિષદના દેવ હોય છે. સઘળાં કામો કરનાર બાહ્ય પરિષદના દેવો હોય છે. દ્વારપાલ સમાન ચાર લોકપાલ દેવો હોય છે.
સેના સમાન ૭ અનિકાના દેવો હોય છે. તેઓ પોતપોતાના અધિકાર મુજબ હાથી-ઘોડા-રથ-પાયદળ આદિનાં રૂપ બનાવી ઈન્દ્રના કામમાં આવે છે. ગંધર્વોની અણિકાના દેવ મધુર ગાનતાન કરે છે. નાટક અણિકાના દેવ મનોરમ નૃત્ય કરે છે. આભિયોગિક દેવ ઈન્દ્રના આદેશથી તમામ કામ કરવામાં તત્પર રહે છે અને પ્રકીર્ણ દેવવિમાનમાં રહેનાર દેવો પ્રજા સમાન હોય છે. દરેક ઈન્દ્રનું જે દેવલોકના ઈન્દ્ર હોય તે પ્રમાણેનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે.
ઈન્દ્ર દેવતાની અગાધ શક્તિઃ - દેવગતિ નામકર્મના ઉદયને લઈને પોતાના વિમાનવાસી દેવો ઉપર જે આધિપત્ય ભોગવે છે તે ઈન્દ્ર કહેવાય છે. આ ઈન્દ્ર મહારાજની શક્તિ કેટલી હોય છે? તેનો ઉત્તર શાસ્ત્રોમાં આ પ્રમાણે છે :
૧૨ શૂરવીર યોદ્ધાનું બળ = ૧ આખલામાં ૧૦ આખલાનું બળ = ૧ ઘોડાનું બળ ૧૨ ઘોડાનું બળ = ૧ પાડાનું બળ ૫૦ પાડાનું બળ = ૧ હાથીનું બળ ૫૦૦ હાથીનું બળ = ૧ સિંહનું બળ ૨૦૦૦ સિંહનું બળ = ૧ અષ્ટાપદનું બળ (આઠ પગવાળું પ્રાણી) ૧૦,૦૦,૦૦૦ અષ્ટાપદનું બળ = ૧ વાસુદેવમાં બળ હોય છે. ૨ વાસુદેવનું બળ = ૧ ચક્રવર્તીમાં બળ હોય છે. ૧,00,000 ચક્રીનું બળ= ૧ નાગલોકના અધિપતિમાંsધરણેન્દ્રમાં.
મનં સંસાર સાર..
૮O
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org