SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નવમો દેવલોક - આઠમા દેવલોકથી ૧/૪ રાજ ઊંચે ૧૨V ગણરજુ વિસ્તારમાં મેરુ પર્વતથી દક્ષિણ બાજુ આણત નામનો નવમો દેવલોક છે; જેમાં ૪ પ્રતર છે. ૯૦૦ યોજન ઊંચાં અને ૨૩00 યોજન ભૂમિતલવાળાં ૪૦૦ વિમાન છે. તેઓનું દેહમાન ૪ હાથ છે. તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૯ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૮ સાગરોપમ છે. (૧૦) દસમો દેવલોક - નવમા દેવલોકથી મેરુની દક્ષિણમાં ૧૦મો દેવલોક છે, જેનું નામ પ્રાણત છે. તેમાં ૯૦૦ યોજન ઊંચાં અને ૨૩૦૦ યોજન ભૂમિતલવાળાં ૪૦૦ વિમાનો આવેલાં છે. દેહમાન ૪ હાથમાં છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ છે. નવમા-દસમા બંને દેવલોકના ઈન્દ્ર એક છે, જેનું નામ પ્રાણેન્દ્ર છે. નવમા-દસમા દેવલોકમાં ૪૦૦ ૪૦૦ જિનપ્રાસાદ અને ૧૮૦-૧૮૦ જિનબિંબ આવેલાં છે. (૧૧) અગિયારમો દેવલોક - નવમા-દસમા દેવલોકથી અડધા રાજ ઊંચે સાડા-દસ ગણરજુ વિસ્તારમાં મેરુથી દક્ષિણ દિશામાં ૧૧મો આરણ નામનો દેવલોક છે. ૧૧મા દેવલોકમાં દેવોનું જઘન્ય આયુષ્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૧ સાગરોપમનું છે. (૧૨) બારમો દેવલોક - બારમા દેવલોકનું નામ અય્યત દેવલોક છે. બંને દેવલોકના ઈન્દ્રનું નામ અય્યતેન્દ્ર છે. આ બંને દેવલોકમાં ૪-૪ પ્રતર છે. તેમાં ૧૦૦૦ યોજન ઊંચાં અને રર૦૦ યોજના ભૂમિતલવાળાં ૩૦૦ વિમાનો આવેલાં છે. ૧રમા દેવલોકના દેવોનું જઘન્ય આયુષ્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય રર સાગરોપમનું છે. ૧૧-૧૨મા દેવલોકમાં દરેક વિમાનમાં ૩૦૦૩૦૦ જિનમંદિર અને ૧૮૦-૧૮૦ જિનબિંબ છે. પહેલા સુધર્મા નામના દેવલોકની અંદર ૬ લાખવિમાન અપરિગ્રહિતા નામની દેવીઓનાં આવેલાં છે. તેમાં રહેનારી દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૫૦ પલ્યોપમનું છે અને જઘન્ય આયુષ્ય ૧ પલ્યોપમનું છે. સંખ્યાત યોજનના દેવસ્થાનમાં સંખ્યાતી અને અસંખ્યાત યોજનના મનં સંસાર સારં. ७८ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy